Aapnu Gujarat
ગુજરાત

ન્યુ રાણીપમાં દારૂ-હુક્કાની મહેફિલ પર દરોડા પડાયા

શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં ઊતરાયણના તહેવારની ઉજવણીમાં ભાન ભૂલી દારૂ અને હુક્કાની મહેફિલ માણતાં આઠ યુવતીઓ સહિત ૨૯ નબીરાઓને સાબરમતી પોલીસે ઝડપી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ૨૯ યુવક-યુવતીઓને આજે સવારે પોલીસે જામીન પર મુકત કર્યા હતા. જો કે, આ બનાવને પગલે સમાજમાં યંગસ્ટર્સ કઇ દિશામાં આગળ વધી રહ્યા છે, તેનો એક વાસ્તવિક સંકેત પણ સામે આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ઊતરાયણના તહેવારમાં લોકો બે દિવસ ધાબા-ટેરેસ પર જ ધામા નાંખી પતંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે પરંતુ આ ઉજવણીમાં કેટલાક યંગસ્ટર્સ ભાન ભૂલીને કાયદાની મજાક ઉડાવતા જોવા મળે છે. આવા જ એક બનાવમાં, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આર્ય આર્કેડ કોમ્પલેક્સના ધાબા પર દારૂ અને હુક્કાની નશાયુકત પાર્ટી ચાલતી હતી, સાબરમતી પોલીસને ચોક્કસ બાતમી મળતાં પોલીસે સ્ટાફ ્‌અને કાફલા સાથે ગઇકાલે સાંજે આર્કેડ કોમ્પલેક્સ ખાતે દરોડા પાડયા હતા, જયાં દારૂ-હુક્કાની પાર્ટીમાં નશામાં ધૂત આઠ યુવતીઓ અને ૨૧ યુવકોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મહેફિલ માટે મંગાવાયેલ ૧૮ બોટલ દારૂ, ૧૧ બીયરના ટીન અને નવ હુક્કા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને આ તમામ યંગસ્ટર્સ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસના અચાનક દરોડાથી ધાબા પર ચાલી રહેલી આ પાર્ટીમાં નાસભાગ મચી ગઇ હતી અને કેટલાક યુવક-યુવીતીઓએ ભાગી છૂટવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તમામને ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન એક તબક્કે પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી કારણ કે, ધાબા પર મંડપ બાંધવામાં આવ્યો હતો અને બે ટેબલ પર અલગ-અલગ દારૂની બોટલો અને નવ હુક્કા મૂકવામાં આવેલા હતા અને નશાની મહેફિલમાં યુવાધન ખોવાયેલું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઇ સચીન નામની વ્યકિત દ્વારા હુક્કાની ફલેવર અન હુક્કો પૂરો પાડવામાં આવ્યો હતો, તેથી પોલીસે આ શખ્સને શોધવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. પોલીસે તમામ ૨૯ યુવક-યુવતીઓને આજે વહેલી સવારે જામીન પર મુકત કર્યા હતા.

Related posts

गुजरात राज्यसभा चुनाव से पहले कांग्रेस को तीसरा झटका

editor

કોંગ્રેસે હંમેશા ખોખલા વચન જ આપ્યા : વિજય રૂપાણીનો દાવો

aapnugujarat

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપતી સાબરકાંઠા એલસીબી

editor

Leave a Comment

UA-96247877-1