Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વની સૌથી ઝડપી એસયુવી લેંબોર્ગિની કાર દેશમાં લોન્ચ

દુનિયાની સૌથી ઝડપી લેમ્બોર્ગીની એસયુવી ભારતમાં લોંચ કરવામાં આવી ચુકી છે. આ કારની કિંમત ભારતમાં ત્રણ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં અનેક પ્રકારની નવી સુવિધા રહેલી છે. જે પહેલા રજૂ કરવામાં આવી ન હતી. વૈશ્વિક સ્તર પર કાર લોંચ કરવામાં આવ્યા બાદ હવે ભારતમાં આ કાર લોંચ કરવામાં આવ્યા બાદ તમામ કાર વેચાઇ ગઇ છે. ઇટાલિયન સુપરકાર બનાવતી કંપની લેંબોર્ગિની દ્વારા ભારતમાં તેની સ્પોટ્‌ર્સ યુટિલીટી ગાડી લોંચ કરી દેવામાં આવી છે. એક્સ શો રૂમ કિંમત ૩ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. વૈશ્વિક સ્તરે લોંચ થયાના એક મહિના બાદ આ ગાડી ભારતમાં આવી છે. લેંબોર્ગિની એન્ય હાઈએન્ડ એસયુવી સાથે સ્પર્ધામાં ઉતરશે જેમાં ફોર્સ, બેન્ટલે અને ઓડી ક્યુસાતનો સમાવેશ થાય છે. વોક્સવેગન ગ્રુપની એસયુવી સાથે પણ સ્પર્ધા રહેશે. આ કારમાં શ્રેણીબદ્ધ નવી વિશેષતાઓ રહેલી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ ગાડી ભારતમાં લોંચ થયા બાદ અતિ ઝડપથી વેચાઈ ચુકી છે. પ્રથમ તબક્કામાં જેટલી કાર ભારતમાં લાવવામાં આવી હતી તે તમામ વેચાઈ ગઈ છે જેથી ભારતમાં આ એસયુવી ખરીદવા ઇચ્છુક લોકોને થોડાક સમય રાહ જોવાની ફરજ પડશે. ૨.૨ ટનથી પણ નીચે વજન રાખવામાં આવ્યું છે. આ કારમાં તમામ અતિઆધુનિક જરૂરી સુવિધા રખાઈ છે. દુનિયાની સૌથી ઝડપી એસયુવી કાર હોવાનો દાવો કંપની તરફથી કરવામાં આવી રહ્યો છે. ઇટાલિયન સુપર કાર બનાવતી લેંબોર્ગિની બજારમાં ખુબ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. આવી સ્થિતિમાં આ કાર ભારતમાં પણ આગામી દિવસોમાં વધુ લોકપ્રિયતા હાંસલ કરી શકે છે.

Related posts

સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat

IIP, ફુગાવાના આંકડા સહિતના પરિબળની બજાર પર અસર થશે

aapnugujarat

રિટેલ ફુગાવો ચાર માસની નીચી સપાટીએ : મોંઘવારીમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1