Aapnu Gujarat
મનોરંજન

હવે ટાઇગર જિન્દા હે ફિલ્મ ૩૦૦ કરોડના ક્લબમાં ઇન

સલામાન અને કેટરીના કેફ અભિનિત ફિલ્મ ટાઇગર જિન્દા હે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. તે ફિલ્મ હવે ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ ચુકી છે. ફિલ્મમાં સલમાન અને કેટરીનાની કેમિસ્ટ્રી તમામ ચાહકોને પસંદ પડી રહી છે. ફિલ્મ રજૂ થયાને ત્રણ સપ્તાહ થઇ ગયા છે ત્યારે ફિલ્મ હજુ પણ થિયેટરોમાં ચાલી રહી છે. ડિરેક્ટર અલી અબ્બાસની આ ફિલ્મ એક્શનથી ભરપુર છે અને તમામ ચાહકોને પસંદ પડી રહી છે. બોલિવુડની હોટ જોડી રહેલી સલમાન અને કેટરીના કેફ વચ્ચે પ્રેમ સંબંધોનો ખુબ પહેલા જ અંત આવી ચુક્યો છે પરંતુ તેમની વચ્ચે હજુ પણ મિત્રતા રહેલી છે. જેના ભાગરૂપે હાલમાં બન્ને એક જાહેરાતના શુટિંગમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. હાલમાં એક ઇન્ટરનેશનલ બ્રાન્ડની એડમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. બન્નેની જોડી ભારે ધુમ મચાવી ચુકી છે. સલમાન અને કેટરીના કેફ છેલ્લે એક થા ટાઇગર ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દેવામાં સફળ રહી હતી. કબીર ખાનની આ ફિલ્મ દેશભરમાં લોકોને પસંદ પડી હતી. કેટરીના કેફ અને સલમાન વચ્ચે પ્રેમ સંબંધોનો અંત આવી ગયો હોવા છતાં બન્ને એકબીજાના સારા મિત્ર રહ્યા છે.
હાલમાં કેટરીના કેફ અને રણબીર કપુરના સંબંધ તુટી ચુક્યા છે. તેમની વચ્ચે કેટલાક સમયથી સંબંધ હતા. બન્ને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બન્ને ફિલ્મમાં કામ કરશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી રહી નથી. ટાઇગર જિન્દા ફિલ્મ કેટરીના કેફ માટે ઉપયોગી સાબિત થઇ છે. કેટરીના ફરી સલમાન ખાનની નજીક આવી હોવાના હેવાલ પણ મળી ચુક્યા છે.

Related posts

जल्द शुरू होगी साइना पर आधारित बायोपिक की शूटिंग : परिणीति

aapnugujarat

प्रसून जोशी को राजस्थान सरकार ने दिया सुरक्षा का आश्वासन

aapnugujarat

में बिना मेकअप के कैमरे का सामना करने से नहीं डरती : कीर्ति कुल्हारी

editor

Leave a Comment

UA-96247877-1