Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મોમાં અક્સરા હસન ફ્લોપ સાબિત

બોલિવુડની અભિનેત્રી અકસરા હસન તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરતી હોવા છતાં બોલિવુડ અને સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કોઇ નોંધપાત્ર સફળતા મેળવી શકી નથી. તેની પાસે હાલમાં કોઇ મોટા બેનરની કોઇ ફિલ્મ નથી. તેની સરખામણીમાં તેની બહેન શ્રુતિ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે અનેક ફિલ્મો હાથમાં છે. તેની પાસે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની પણ અનેક ફિલ્મો છે. તે નિર્દેશનના ક્ષેત્રમાં આગામી દિવસોમાં સ્વતંત્રરીતે ઝંપલાઇ જાય તેવી શક્યતા છે. હાલમાં પોતાની પિતાની મદદમાં દેખાઇ રહી છે. કમલ હસને બોલિવુડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. કમલ હાસનની સફળતા આજે પણ તમામ માટે પ્રેરણા સમાન છે. કમલ હાસન વિતેલા વર્ષોમાં અમિતાભ બચ્ચન અને રજનિકાંત સાથે કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. કમલ હાસને તમામ ક્ષેત્રોમાં કુશળતા મેળવી હતી. જેમાં એક્ટિગની સાથે સાથે ડાન્સનો સમાવેશ થાય છે. કમલ હાસનની પુત્રી અક્સરા બોલિવુડની ફિલ્મ સમિતાભમા નજરે પડી હતી. જેમાં ધનુષ અને અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા હતી. અભિનેત્રી તરીકે નિષ્ફળ રહ્યા બાદ અક્સરા હસન હવે નિર્દેશન અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. સાથે સાથે પિતા કમલ હાસનની મદદ લઇને નિર્માણના પાસા શિખવા માટેની ઇચ્છા ધરાવે છે. અક્સરા ફિલ્મોના કારણે ઓછી અને તેના જુદા જુદા પુરૂષો સાથે સંબંધના કારણે વધારે જાણીતી રહી છે. હિન્દી ફિલ્મોમાં નિષ્ફળતા મળ્યા બાદ તે દક્ષિણ ભારતની ફિલ્મો પર વધારે ધ્યાન આપી રહી છે.

Related posts

ढेर सारे बच्चे चाहते हैं निक जोनस

editor

પ્રિયંકા બોલિવૂડને અલવિદા કહી દેશે !!

aapnugujarat

શાહરૂખ – ગૌરીથી શીખો પ્રેમ નિભાવવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1