Aapnu Gujarat
રમતગમત

એશિઝ સિરીઝ પર ઓસ્ટ્રેલિયાનો કબજો : સિડની ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો પરાજય

સિડની ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડને કારમીરીતે હાર આપવામાં સફળતા મેળવી હતી. આજે પાંચમાં અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૮૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે ૩૯ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે લિયોને ૩ વિકેટ ઝડપી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. માર્શ બંધુઓની સદીની મદદથી અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. શોન માર્શ ૧૫૬ રન બનાવ્યા બાદ રન આઉટ થયો હતો. જ્યારે એમઆર માર્શ ૧૦૧ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. આ બન્ને બંધુઓએ ૧૭૯ રનની ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચમાં પણ લાવવામાં સફળતા મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ સાત વિકેટ ગુમાવીને ૬૪૯ રને ડિકલેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ડ્રોમાં પરિણમી હતી. ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને બીજા દાવમાં આઉટ કરી શક્યા ન હતા. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૨૬૩ રન બનાવી લીધા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ત્રીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ઇનિગ્સ અને ૪૧ રને જીતી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી. સમગ્ર શ્રેણી દરમિયાન સ્ટિવ સ્મિથ જોરદાર દેખાવ સાથે આગળ વધ્યો હતો.
સિડની મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ઉપર ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૧૮૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પેટ કમિન્સે ૩૯ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ૮૦ રન આપને ચાર વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૩૯ રન આપીને ચાર વિકેટ કમિન્સે ઝડપી હતી. મેચમાં ઝડપી બોલરે ૮ વિકેટ ઝડપી હતી. પોતાની ટીમને જીત અપાવવામાં કમિન્સે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.

Related posts

અંતિમ ટ્‌વેન્ટીમાં ન્યુઝીલેન્ડ ઉપર પાકિસ્તાનની જીત : શ્રેણી ૨-૧થી જીતી લીધી

aapnugujarat

रणजी की नॉकआउट मैचों में इस्तेमाल करेंगे DRS : BCCI

aapnugujarat

15 year old American Cori Gauff became youngest player to survive Wimbledon qualifying draw

aapnugujarat

Leave a Comment

UA-96247877-1