Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની ૪૧મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વિરમગામમાં માંડલ રોડ પર આવેલી બાપા સીતારામ મઢુલી ખાતે સંત શિરોમણી સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની ૪૧મી પુણ્યતિથી નિમિત્તે શુક્રવારે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. બાપા સિતારામ મઢુલીના ભક્તો દ્વારા બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૨૫૦૦થી વધુ બાળકો સહિત ચાર હજારથી વધુ લોકોએ બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વિરમગામ શહેરમાં આવેલી શાળોઓના વિદ્યાર્થીઓએ બાપા સિતારામ મઢુલીએ જઇને આશિર્વાદ મેળવ્યા હતા. પોષ વદ ચોથના દિવસે વિરમગામ ખાતે બજરંગદાસ બાપા ના ભક્તો દ્વારા દર વર્ષની જેમ પુણ્ય તિથીની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામ પંથકના વિવિધ ગામમાં આવેલ બાપા સિતારામ મઢુલીએ બટુક ભોજન, ધુન સહિતના કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવી હતી.

વિરમગામમાં આવેલ બાપા સિતારમ મઢુલીના ભક્તઓએ જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે અને વિરમગામમાં અવાર નવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માંડલ રોડ પર આવેલ બાપા સિતારામ મઢુલી દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનો ચાર હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. વિરમગામ પંથકમાં અનેક સ્થાનો પર બજરંગદાસ બાપાની પુણ્યતિથીની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.

ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં માંડલ રોડ પર આવેલ બાપા સિતારામ મઢુલી દ્વારા સંત શિરોમણી પુજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથી પુર્વે ગુરૂવારે રાત્રે ભવ્ય સંતવાણી ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સંતવાણી ડાયરાના કાર્યક્રમમાં જાણીતા ભજનીક નરેશદાન ગઢવી તથા તેમના ગૃપ દ્વારા બજરંગદાસ બાપાના ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી.

હિન્દુ મુસ્લીમ કોમી એકતાના થયા દર્શન

       બાપા સિતારામ મઢુલી પરીવાર દ્વારા શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદના કાર્યક્રમમાં હિન્દુ મુસ્લીમ કોમી એકતાના દર્શન થયા હતા. બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ આયોજિત કાર્યક્રમમાં હિન્દુ ભક્તોની સાથે મુસ્લીમ સમાજના લોકો પણ સહભાગી થયા હતા. હિન્દુ મુસ્લીમ સમાજના બાળકોએ એક જ પંગતમાં બેસીને બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મુસ્લીમ સમાજના લોકો પણ ખભેખભો મિલાવીને વ્યવસ્થામાં સહભાગી થયા હતા.

રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

સંઘ સુપ્રિમો ભાગવત ૨૮-૨૯ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

editor

થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો

editor

દીપોત્સવી : બજારમાં આવી ગઈ ઘરસજાવટની અવનવી ચીજ-વસ્તુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1