Aapnu Gujarat
બ્લોગ

શહેરની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ પ્રકાશ કે. સોનીને ‘૭૮૬’ નંબરની નોટ એક્ત્ર કરવાનો અનોખો શોખ

ખૂબ લકી ગણાતી ૭૮૬ નંબરની ચલણી નોટોના સંગ્રહ કરવાનો અનોખો શોખ ધરાવતાં શહેરના સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેકટીસ કરતાં એડવોકેટ પ્રકાશ કે.સોનીની ૭૮૬ નંબરની નોટો સંગ્રહવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. કારણ કે, નોટબંધી બાદ તેમને છેલ્લા ૪૦ વર્ષોની મહેનત બાદ સંગ્રહ કરેલી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની રૂ.૨.૬૫ લાખની કિંમતની ૭૮૬ નંબરની નોટો બેંકમાં જમા કરવાની ફરજ પડી હતી. ૭૮૬ નંબરની નોટોનો સંગ્રહ કરવાનું અનોખુ ઝનુન ધરાવતાં એડવોકેટ પી.કે.સોની હવે ફરી એકવાર આ લકી નંબરની નોટો સંગ્રહવાનું શરૂ કર્યું છે પરંતુ કમનસીબ વાત એ છે કે, નવી નોટો આવ્યાને એક વર્ષ બાદ પણ તેમના હાથમાં માંડ આવી દસ નોટો હાથ લાગી છે. તેઓ લકી નંબર ૭૮૬ વાળી ચલણી નોટો એકત્ર કરવા માટે તેમના ઓળખીતા, જાણીતા, મિત્રવર્તુળ, સગાવ્હાલા સહિતના લોકોમાં દર દર ભટકી રહ્યા છે પરંતુ આવી નોટો હવે હાથવગી નહી બનતાં તેઓ ભારે નિરાશા સાથે અગાઉની સંગ્રહિત કરેલી નોટો ગુમાવવાનો રંજ વ્યકત કરી રહ્યા છે. વકીલઆલમ સહિત સંગ્રાહક વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા એડવોકેટ પ્રકાશ કે.સોની વર્ષોથી શહેરની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેકટીસ કરે છે અને લકી એવા ૭૮૬ નંબરની ચલણી નોટો સંગ્રહ કરવાનો અનોખો શોખ વર્ષોથી ધરાવે છે. છેલ્લા ૪૦ વર્ષોમાં તેમણે આ પ્રકારે એક-એક કરીને રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની રૂ.૨.૬૫ લાખની ચણલી નોટો એકત્ર-સંગ્રહ કરી હતી. તેઓ આ નોટો મારફતે તેમનું વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તેવું ઇચ્છતા હતા પરંતુ અચાનક મોદી સરકાર દ્વારા નોટબંધીનો નિયમ લાગુ કરી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની જૂની ચલણી નોટો રદબાતલ ઠરાવતાં અને જો આવી દસથી વધુ નોટો સંગ્રહ કરી રાખી હશે તો સજા અને દંડની જોગવાઇ લાગુ કરાતાં એડવોકેટ પ્રકાશ સોનીને પણ પોતાની જીવથી પણ વધુ સાચવી રાખેલી આ વર્ષો જૂની સંગ્રહિત નોટો બેંકમાં જમા કરાવવાની ફરજ પડી હતી. આ અંગે એડવોકેટ પી.કે.સોનીએ જણાવ્યું હતું કે, નોટબંધી બાદ જૂની રદ થયેલી ચલણી નોટો દસથી વધુ સંખ્યામાં રાખી હોય તો ફોજદારી ગુનો બનશે તેવી જોગવાઇ લાગુ થતાં એક એડવોકેટ તરીકે મારી કાયદાનું પાલન કરવાની નૈતિક ફરજ હતી અને તેના ભાગરૂપે જ મેં નોટો ભારે હૈય્યે બેંકમાં જમા કરાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષોની આકરી મહેનત બાદ હું આટલી મોટી માત્રામાં ૭૮૬ લકી નંબરની રૂ.૨.૬૫ લાખની કિંમતની ચલણીન નોટો સંગ્રહ કરી શકયો હતો, હવે આજે હું ફરીથી આ લકી નંબરની નોટો એકત્ર કરવા માટે દર દર ભટકી રહ્યો છું પરંતુ આ નંબરની નોટો માર્કેટમાં દેખાતી જ નથી. નવી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો આવ્યે એક વર્ષ થયું પરંતુ હજુ મને માંડ દસ જ નોટો મળી શકી છે. માર્કેટમાં આ નંબરની નોટો પ્રાપ્ય જ નથી બનતી કારણ કે, એક તો ચલણમાં નવી આવી છે અને બીજુ કે, હવે આ લકી નંબરની આટલી બધી નોટો સંગ્રહ કરવામાં વર્ષો લાગી જાય. મને બહુ અફસોસ છે કે, મારા જીવથી વધુ સાચવી રાખેલી આ લકી નંબરની નોટો મારે બેંકમા જમા કરાવવી પડી. હવે હું મહત્તમ લોકોનો સંપર્ક કરી તેમની પાસેથી લકી ૭૮૬ નંબરની રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ સહિતની ચલણી નોટો એકત્ર અને સંગ્રહ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.

Related posts

સાયબર આતંકનો ભયાનક ચહેરો

aapnugujarat

હરિવંશ વા. ચેરમેન બન્યાં પણ શોભાના ગાંઠિયાથી વિશેષ કંઈ ખરું…?

aapnugujarat

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1