Aapnu Gujarat
રાષ્ટ્રીય

હરિયાણાનાં પલવલમાં માનસિક બિમાર વ્યક્તિએ છ લોકોની હત્યા કરી

હરિયાણાના પલવલમાં એક માનસિક બિમાર વ્યક્તિએ ભારે આતંક મચાવ્યો હતો. આ શખ્સે બે કલાકના ગાળામાં જ જુદી જુદ જુદી જગ્યાએ લોખંડની પાઇપ મારફતે છ લોકોની ક્રુર હત્યા કરી હતી. આ માનસિક રીતે બિમાર શખ્સના કૃત્યના કારણે ભારે દહેશત ફેલાઇ ગઇ હત. તમામ હત્યા શહેરના સિટી પોલીસ સ્ટેશન એરિયાના ૧૦૦ મીટરન હદમાં થઇ હતી. તમામ હત્યાને એક જ શખ્સે અંજામ આપ્યો હતો. માનસિક રીતે બિમાર ગણાતા આ શખ્સનો ફોટો મોડેથી સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જેના આધાર પર પોલીસે તેની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરકી લીધી છે. સીસીટીવી ફુટેજમાં આ હત્યારો લોખંડન પાઇપથી તમામને મોરતો નજરે પડે છે. મરનારમાં એક મહિલા અને ત્રણ જમાદારનો સમાવેશ થાય છે. બે મૃતકોની હજુ સુધી ઓળખ કરવામાં આવી નથી.માર્ગના કિનારે રહેલા ઘરના લોકોમાં રહેતા લોકોની હત્યા કરવામાં આવી છે. પાંચ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપી શખ્સને પકડી પાડવા અગાઉ સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી. તમામ હત્યા રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે કરવામાં આવી હતી. વધારે માહિતી મળી શકી નથી. મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. તેના ઇરાદા અંગે પણ માહિતી મેળવી લેવાશે.

Related posts

આરજેડી અને જેડીયુ વચ્ચે સમાધાનની શક્યતા ઓછી

aapnugujarat

Elections to 10 Rajya Sabha seats in UP and 1 in Uttarakhand on Nov 9

editor

આવાસ યોજનાનું લક્ષ્ય ૨૦૨૦માં પૂર્ણ થશે : હરદીપસિંહ પુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1