Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હાફીઝ સઇદની સંપત્તિ અને ચેરિટી ટુંકમાં જ જપ્ત થશે

મુબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને કટ્ટરપંથી ઇસ્લામિક લીડર હાફિઝ સઇદ પર આગામી દિવસોમાં પાકિસ્તાનમાં સકંજો મજબુત કરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. પાકિસ્તાન પર કાર્યવાહી કરવા માટે સતત દબાણ વધી રહ્યુ છે. પાકિસ્તાન વધતા જતા દબાણ હેઠળ કુખ્યાત હાફિઝ સઇદ સાથે જોડાયેલી નાણાંકીય સંપત્તિ અને ચેરિટી પર કબજો જમાવે તેવી શક્યતા છે. આના માટેની યોજના ગુપ્ત રીતે હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકાએ પણ હાફિઝના મામલે પાકિસ્તાન પર હવે દબાણ વધારી દીધુ છે. અમેરિકા તેને ત્રાસવાદી તરીકે જ ગણે છે. અધિકારી પાસેથી મળેલી માહિતીમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાનની નાગરિક સરકારે જુદી જુદી પ્રાંતીય અને ફેડરલ સરકારના વિભાગો સાથે ગુપ્ત બેઠક યોજીને યોજના તૈયાર કરી છે. ૧૯મી ડિસેમ્બરના દિવસે આ બેઠક યોજાઇ હોવાની વિગત સપાટી પર આવી છે. આ બેઠકમાં કાર્યવાહીના સંબંધમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગુપ્ત બેઠકના સંબંધમાં વિગત મળી શકી નથી. જો કે હાફિઝ પર તવાઇ લાવવા માટેની તૈયારી કરી લેવાઇ છે. પાકિસ્તાનની પાંચ પ્રાંતીય સરકારના ટોપ લીડરો સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સઇદની બે ચેરિટી પર કબજો મેળવી લેવામાં આવે તેવી શક્યતા છે. હાફિઝની બે ચેરિટી જે રહેલી છે તેમાં જમાત ઉદ દાવા અને ફલહા એ ઇન્સાનિયત ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. અમેરિકાએ હાલમાં જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતને ત્રાસવાદી સંગઠન તરીકે ગણાવીને કાર્યવાહી કરવા માટે કહ્યુ હતુ. લશ્કરે તોયબાની ફ્રન્ટ સંસ્થાઓ આ હોવાની વિગત પણ મળી રહી છે. વર્ષ ૧૯૮૭માં તોયબાની રચના હાફિઝ દ્વારા જ કરવામાં આવી હોવવાની વિગત અગાઉ સપાટી પર આવી ચુકી છે. મુંબઇ હુમલા માટે હાફિઝને માસ્ટરમાઇન્ડ તરીકે ગણવામાં આવે છે. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. જેમાં વિદેશી લોકો પણ હતા. આગામી દિવસોમાં હાફિઝ પર સકંજો મજબુત થનાર છે.

Related posts

विश्व बैंक ने बताया, कोरोना से होने वाले आर्थिक नुकसान कैसे किया जा सकता है कम

editor

पाक की कंगाली को लेकर ‘मूडीज’ ने दी गंभीर चेतावनी

aapnugujarat

ईरान ने पाकिस्तान को अंदर घुसकर मारा

editor

Leave a Comment

UA-96247877-1