Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રજાસત્તાક દિવસે આ વખતે ૧૦ મુખ્ય અતિથિ : મોદી : મન કી બાત કાર્યક્રમમાં જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના અંતિમ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધતા આજે જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી જેમાં સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મુક્યો હતો. દરેક વ્યક્તિને પોતાની સ્વચ્છતાને લઇને જવાબદારી લેવાની મોદીએ વાત કરી હતી. આ ઉપરાંત જે યુવા હવે મત આપવા માટે લાયક બની રહ્યા છે તેમને નવા ભારતના નિર્માણ માટે અપીલ કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં ભાવિ ભારત કેવું બને તે સંદર્ભમાં આગળ આવવા યુવાનોને અપીલ કરી હતી. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છતાને લઇન ેદેશભરમાં સૌથી મોટુ અભિયાન હવે હાથ ધરવામાં આવનાર છે જેમાં કરોડો લોકોને આવરી લેવામાં આવશે. સ્વચ્છતાને લઇને દરેકના ઘરે કર્મચારીઓ પહોંચશે અને તેમને સ્વચ્છતાના સંદર્ભમાં માહિતી અપાશે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ વખતે ૨૬મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમામ ૧૦ આશિયાન દેશોના વડા મુખ્ય મહેમાન તરીકે રહેશે. ઐતિહાસિક પર્વ હોવાથી આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં પ્રથમ વખત આવું બની રહ્યું છે. અગાઉ ક્યારે પણ એકથી વધુ મુખ્ય મહેમાન રહ્યા નથી. ૨૦૧૭માં આશિયાનના ૫૦ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે. આશિયાન સાથે ભારતની ભાગીદારીના ૨૫ વર્ષ પણ પૂર્ણ થઇ રહ્યા છે.
૧૦ દેશોના તમામ લીડરો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે જે અમારા માટે ગર્વની વાત છે. યુવા ભારતીયોને દેશના નિર્માણમાં આગળ આવવા અપીલ કરી હતી. મોક પાર્લામેન્ટ અને સંસદનું આયોજન કરવા માટે મોદીએ અપીલ કરી હતી જેમાં રાજનીતિના સંદર્ભમાં જાણકારી માટે પણ કહેવામાં આવ્યું છે. જિલ્લા અને રાજ્ય સ્તરે આવા કાર્યક્રમો યોજવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ થશે જેમાં દરેક વિસ્તારના પ્રતિનિધિ પોતપોતાની રજૂઆત કરી શકશે. સ્વચ્છતાને લઇને શહેરો વચ્ચે સ્પર્ધા થશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

૫ હજાર એન્ટી ટેન્ક મિસાઇલ ખરીદીને મંજૂરી

aapnugujarat

फ्री मेट्रो राइड : सुप्रीम ने दिल्ली सरकार से कहा आप मुफ्त क्यों दे रहे हैं, इससे मेट्रो को घाटा हो सकता है

aapnugujarat

मेरे खिलाफ आरएसएस-भाजपा की साजिश हैंः लालू यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1