Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભ-૨૦૧૯ને લઇ યુપી સરકારની તૈયારી શરૂ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ જાન્યુઆરી ૨૦૧૯માં પ્રથમ કુંભ અલ્હાબાદ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મળેલી માહિતી મુજબ યોગી આદિત્યનાથ સરકાર પ્રથમ કુંભ માટે ૨૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના ધરાવે છે. ૨૦૧૩માં છેલ્લા કુંભ મેળા દરમિયાન જે રકમ ખર્ચ કરવામાં આવી હતી તેના કરતા બે ગણી વધુ રકમ ખર્ચ કરવામાં આવનાર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યોગી આદિત્યનાથ સરકાર આને લઇને તૈયારીઓ શરૂ કરી ચુકી છે. કુંભ મેળાની તૈયારીને લઇને યોગી સરકાર ખુબ જ સાવધાન બનેલી છે. ૧૬ વિભાગોના ૨૦૦થી વધુ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવનાર છે. સંગમમાં ડુબકી લગાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચનાર છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચનાર છે. અલ્હાબાદના કમિશનર આશીષ કુમારે માહિતી આપતા કહ્યું છે કે, શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે તે માટે પગલા લેવાઈ રહ્યા છે. માગ મેળાનું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી રહ્યું છે જે કુંભ ૨૦૧૯ માટે ડ્રેસ રિહર્સલ તરીકે રહેશે. યોગી પોતે અંગતરીતે તમામ પ્રગતિ ઉપર ધ્યાન આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે જેમાં પ્રયાગરાજ મેળા ઓથોરિટીની રચના કરવાનો સમાવેશ થાય છે જે કુંભ યોજવા માટે કાયમી સત્તા તરીકે રહેશે. કુંભ ૨૦૧૯ માટેની તૈયારી આ વખતે વહેલીતકે હાથ ધરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં નવી સરકાર સત્તારુઢ થયા બાદથી જ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, પહેલા દિવસથી જ કુંભ મેળાને લઇને સરકાર ખુબ જ ગંભીર દેખાઈ રહી છે. સ્થાનિક એરપોર્ટને પણ શરણગારવામાં આવી રહ્યું છે. માગ મેળાની તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ૧૯૯ પ્રોજેક્ટો માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પહેલાથી જ ૧૬૪૮ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવી ચુક્યા છે. ૧૬ સરકારી વિભાગોના આ પ્રોજેક્ટો રહેલા છે. ચાર તબક્કામાં કુંભ માટેના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. કુંભ ૨૦૧૯ માટે પ્રોજેક્ટોની કુલ રકમ ૨૫૦૦ કરોડની આસપાસની છે. ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓનું કહેવું છે કે, ૨૦૧૩માં અલ્હાબાદમાં કુંભ મેળા ઉપર ૯૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આનો મતલબ એ થયો કે બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. યોગી સરકાર સ્પષ્ટપણે આ દિશામાં આગળ વધી રહ્યું છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

भारतीय सुरक्षा सलाहकार जब SCO बैठक से उठकर चले गए…!

editor

કોંગ્રેસ કરતા ભાજપ વધુ સીટ ઉપર ચૂંટણી મેદાનમાં : રિપોર્ટ

aapnugujarat

अब तीन तलाक बिल को राष्ट्रपति कोविंद ने दी मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1