Aapnu Gujarat
બિઝનેસ

પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્‌સના આશરે ૮૪ થી વધારે રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા

મેકડોનાલ્ડ્‌સના બર્ગર ખાવાના શોખીન લોકો માટે એક ખરાબ ખબર આવી રહી છે. મળતી માહિતી અનુસાર પૂર્વ ભારતમાં મેક ડોનાલ્ડ્‌સના આશરે ૮૪ થી વધારે રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા છે જેનાથી કંપનીના અડધાથી વધારે રેસ્ટોરન્ટ પર તાળા વાગી ગયા છે જેને લઇને હવે લોકોને તેમના પસંદગીનાં બર્ગર અને સોફ્ટી ખાવા મળશે નહી જેની અસર દિલ્હી-એનસીઆરમાં સ્થિત કંપનીના આઉટલેટ્‌સ પર પણ પડી છે.વિક્રમ બક્ષી અને મેકડોનાલ્ડ વચ્ચે ૫૦-૫૦ ટકાની ભાગીદારી વાલા કનોટ પ્લાઝા રેસ્ટોરન્ટમાં કાચો માલ સપ્લાય કરનાર રાધાકૃષ્ણ ફૂડલેન્ડે પુરવઠો ઠપ કરી દીધો છે. જેની અસર આઉટલેટ્‌સ પર પડી રહી છે. રાધાકૃષ્ણ ફુડલેન્ડે કહ્યું છે કે સીપીઆરએલે ઘણાં લાંબા સમયથી પૈસા જમા કરાવ્યા નથી. સુત્રો અનુસાર બક્ષીએ કહ્યું કે તે સપ્લાય અને રેસ્ટોરન્ટ ખુલ્લુ રાખવા માટે કાચા માલને દેશના અન્ય ભાગોમાંથી એરલિફ્ટ કરી રહ્યા છે.
બક્ષીએ કહ્યુ કે સીપીઆરએલ રાધાકૃષ્ણથી વાત કરી રહ્યા છે. ૨ કરોડ રૂપિયા સિવાય કંપનીની પાસે ૧૦ કરોડનો સ્ટોક છે. હાલ ૫૦ લાખ રૂપિયા આપી સપ્લાય શરૂ કરવા માટે કહી રહ્યા છે.જ્યારે બીજી તરફ રાધાકૃષ્ણ ફૂડલેન્ડના પ્રમોટર રાજૂ શેટે કહ્યું કે અમે સીપીઆરએલને ૩ પત્ર લખ્યા અને બક્ષીથી મિટીંગ પણ કરી છે. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. હવે તમને તમારુ પસંદગીનુ મહારાજ કે આલુ ટિક્કી બર્ગર ખાવા નહી મળે. આ પહેલા જૂનમાં કંપનીએ દિલ્હીમાં તેના ૪૩ આઉટલેટ્‌સ બંધ કર્યા હતા. દિલ્હીમાં મેકડોનાલ્ડે તેની ૮૦ રેસ્ટોરન્ટ જૂનમાં બંધ કર્યા હતા.

Related posts

જિયો એ બે નવા પ્લાનથી યુઝર્સને આપી સૌથી ધમાકેદાર ઓફર

aapnugujarat

જીએસટી કાઉન્સિલની ૨૮મેએ બેઠક યોજાશે

editor

બજેટ દરખાસ્તો પર ૧૦મીએ સેબી બોર્ડની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1