Aapnu Gujarat
બિઝનેસ

જિયો એ બે નવા પ્લાનથી યુઝર્સને આપી સૌથી ધમાકેદાર ઓફર

ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશવાની સાથે જ હલચલ મચાવી દેનાર રિલાયન્સ જિયોએ વર્ષ ૨૦૧૭ની જેમ વર્ષ ૨૦૧૮ની શરૂઆત પણ ધમાકેદાર કરી છે. જિયો યુઝર્સ માટે ખુબજ સારા સમાચાર છે. જિયોએ નવા વર્ષે પોતાના બે નવા પ્લાન સાથે યુઝર્સને ન્યૂ ઇયર વિશ કર્યું છે.
પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી જિયોના બે નવા પ્લાનની સુવિધા મળશે. ટેલિકોમ સેક્ટરમાં અલગ જ નામ બનાવનાર રિલાયન્સ જિયોએ ૧૯૯ અને ૨૯૯ રૂપિયામાં હેપ્પી ન્યૂ ઇયર ૨૦૧૮ પ્રીપેડ ઓફર રજૂ કરી છે. જેમાં કસ્ટમર્સને પહેલાથી વધારે ઇન્ટરનેટ ડાટા મળશે.૧૯૯ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ૧.૨ જીબી હાઇ સ્પીડ ૪જી ઇન્ટરનેટ ડાટા મળશે.
આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી વોઇસ કોલિંગ, અનલિમેટેડ એસએમએસ અને ૨૮ દિવસો માટે બધા જ પ્રાઇણ મેમ્બર્સને જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
આ ઉપરાંત રિલાયન્સ જિયોએ ૨૯૯ રૂપિયાનો અન્ય એક પ્લાન પણ રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને રોજના ૨ જીબી ૪જી સ્પીડ સાથે ઇન્ટરનેટ ડાટા મળશે.રિલાયન્સ જિયોના ૧૯૯ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને રોજના ૧.૨ જીબી ડાટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડીટી ૨૮ દિવસની રહેશે. તેનો મતલબ ગ્રાહકોને આખા મહિના માટે ૩૩.૬ જીબી ડાટા મળશે. ફ્રી વોઇસ કોલ સિવાય જિયોના અન્ય ફાયદા પણ આ પ્લાનમાં મળી રહેશે.જિયોનો બીજો પ્લાન ૨૯૯ રૂપિયા છે. તેમાં પહેલાના બધા જ પ્લાનની તુલનામાં સૌથી વધારે સારો પ્લાન માનવામાં આવી રહ્યો છે. તેમા ન માત્ર ઓછા પૈસામાં ૪૯૯ વાળા પ્લાનનો ફાયદો મળી રહ્યો છે. પરંતુ રોજના ૨ જીબી ડાટા મળી રહેશે. તેનો મતલબ એ કે આખા મહિના તમને ૫૬ જીબી ડાટા મળી રહેશે. વધારે ડાટા ઉપયોગ કરવા માટે જિયોએ આ પ્લાન લોન્ચ કર્યો છે.બે નવા પ્લાન ઉપરાંત જિયો જૂના પ્લાન પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કંપનીના ૧૪૯ રૂપિયાના પ્લાનમાં ૨૮ દિવસની વેલિડીટી ઉપરાંત ૪ જીબી ડાટા મળશે. આ પ્લાન તે લોકો માટે છે જે ઓછો ઇન્ટરનેટ વપરાશ કરે છે. આ સિવાય ૩૯૯, ૪૫૯, ૪૯૯ રૂપિયાના પ્લાન પણ ચાલુ રહેશે. જેમાં રોજ ગ્રાહકોને ૧ જીબી ડાટા મળશે.

Related posts

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

aapnugujarat

મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર વાઇરલ થયો

aapnugujarat

હોટલ-રેસ્ટોરન્ટોથી સર્વિસ ચાર્જને દુર કરવા હિલચાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1