Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હાઇવે સેક્ટર ફાળવણી બે ગણી કરાય તેવી સંભાવના

કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી હવે સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે તેમની સમક્ષ તમામ સામાન્ય લોકો અને ઉદ્યોગજગતને સંતુષ્ટ કરવાની મોટી જવાબદારી રહેશે. કેટલાક સેક્ટરને ફાળવણી વધારી દેવામાં આવનાર છે. જ્યારે કેટલાક સેક્ટરોની ફાળવણીમાં કાપ મુકવામાં આવી શકે છે. આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટચરને વેગ આપવાના ભાગરૂપે હાઇવે સેક્ટરની ફાળવણીને બે ગણી કરવામાં આવી શકે છે. હાઇવે સેક્ટરની ફાળવણીને વધારીને નવી ઉંચી સપાટી પર લઇ જવામાં આવશે. આયોજકો પણ નક્કરપણે માને છે કે જો ફંડ સરળરીતે ઉપલબબ્ધ રહેશે તો આ સેક્ટરમાં ઝડપી પરિણામ હાંસલ કરી શકાશે. હાઇવે સેક્ટરમાં ખાનગી રોકાણની સ્થિતી નબળી પડી રહી છે ત્યારે સરકાર ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. જો ફંડ સરળરીતે ઉપલબ્ધ બને તો આ સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગી ફાળવણી કરવા અમે અપીલ કરી ચુક્યા છીએ અને આશા છે કે નાણાં મળશે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી માને છે કે આગામી બે વર્ષ સુધી આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે. સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે તે બાબત બજેટમાં નક્કી થશે. જો કે સામાજિક સેકટરને પણ જગી ફાળવણી કરવામાં આવનાર છે. હાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછા માર્જિનથી જીત મળ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર વિકાસની ગતિને વધારે ઝડપી રીતે આગળ વધારી દેવા માટે ઉત્સુક છે. જુદા જુદા ક્ષેત્રોમાં ફંડની ફાળવણી વધારીને આગળ વધવા માટે તે ઇચ્છુક છે. મોદી સરકાર સંપૂર્ણ બજેટ છેલ્લી વખત રજૂ કરનાર છે. આવી સ્થિતીમાં તે તમામ વર્ગને ખુશ કરવાના પ્રયાસ કરી શકે છે. સામાજિક સેક્ટર માટે ફાળવણી વધારી શકે છે. મોદી સરકાર અગાઉ કરતા વધારે ઝડપથી તેના ટાર્ગેટને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ગુજરાત અને હિમાચલપ્રદેશમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ ભાજપ તરફી રહ્યા બાદ સુધારાની ગતિ ઝડપથી આગળ વધી શકે છે.

Related posts

शेयर बाजार में भारी गिरावट, सेंसेक्स 561 अंक लुढ़का और निफ्टी 168 के स्तर पर

aapnugujarat

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

aapnugujarat

અલવર ગેંગ રેપ પ્રશ્ને કાર્યવાહી નહીં થાય તો યોગ્ય નિર્ણય : માયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1