Aapnu Gujarat
ગુજરાત

મોદીએ એરપોર્ટથી સચિવાલય સુધી ફરી એકવખત રોડ શો કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મોદીએ એરપોર્ટથી લઇને સચિવાલય સુધી ફરી એકવાર રોડશો કરીને તમામનુ ધ્યાન ખેંચ્યું હતું. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે શક્તિપ્રદર્શન કર્યું હતું. અમદાવાદ વિમાની મથકે પહોંચેલા મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય નેતાઓ પહોંચ્યા હતા. ત્યારબાદ મોદીએ એરપોર્ટથી લઇને સચિવાલય સુધી રોડ શો કર્યો હતો. મોદીના રોડ શો દરમિયાન સમગ્ર રસ્તામાં જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. લોકોએ ઢોલ નગારા વગાડીને મોદીનું સ્વાગત કર્યું હતું. આની સાથે જ ગુજરાતમાં ભાજપની છઠ્ઠી વખત સરકાર બની ગઈ છે. ગાંધીનગરને કિલ્લામાં આજે ફેરવી દેવામાં આવ્યું હતું. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૯૯ સીટો જીતી હતી. મોદી એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે સ્વાગત માટે રાજ્યપાલ કોહલી પણ ઉપસ્થિત હતા. અમદાવાદના મેયર ગૌત્તમ શાહ, પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિ રહેવા માટે અમદાવદા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ અમદવાદથી ગાંધીનગર માર્ગ પર રેલી સ્વરુપે લોકોનું અભિવાદન ઝીલી ગાંધીનગર પહોંચ્યા હતા. વડાપ્રધાનનું સ્વાગત ભાતીગળ લોકનૃત્યો તથા સંગીતના વિવિધ વાદ્યોની સુરાવલીઓ વચ્ચે કરાયું હતું.
વડાપ્રધાને પણ લોકોના અભિવાદનને હાથ હલાવી ઉમળકાભેર સ્વીકાર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તથા મંત્રી મંડળના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા ત્યારે રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહી તેમને ભાવસભર વિદાય આપી હતી. વડાપ્રધાનની વિદાય વેળાએ મુખ્ય સચિવ ડો. જેએન સિંઘ, ઇન્ચાર્જ પોલીસ મહાનિદેશક પ્રમોદકુમાર ઝા, કલેક્ટર અવંતિકા સિંઘ, પોલીસ કમિશનર એકે સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હાર્દિક પટેલનો પ્રહલાદનગર ગાર્ડનમાં કરાયેલ ઉગ્ર વિરોધ

aapnugujarat

તા. ૨૮ મી એ નર્મદા જિલ્લાનો જિલ્લાકક્ષાનો “સ્વાગત ઓનલાઇન” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

સાવધાન…રોંગ સાઇડ વાહન ચલાવશો તો પંક્ચર થઇ જશે, મુકાશે ‘ટાયર-કિલર’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1