Aapnu Gujarat
Uncategorized

ભાજપની જીત પછી પ્રહલાદ મોદીએ કર્યા દ્વારકાધિશને નમન

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ભાજપની જીત પછી બધાં જ કામ બાજુ પર મૂકીને ધ્વારકાધિશના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યાં ગયા હતા. ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી તે માટે તેમણે દ્વારકાધિશનો આભાર માન્યો.


તેમણે કાળીયા ઠાકોરને શ્રદ્ધાપૂર્વક નમન કર્યાં. એટલું જ નહિં તેમણે મંદિરના શિખર પર ધ્વજા પણ ચડાવી હતી.ભાવવિભોર બની ગયેલા પ્રહલાદ મોદીએ ગરબા કર્યા અને ગરબાની સાથે ઢોલ પણ વગાડ્યો.
આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે અમે તો લોકોની જીતના કારણે આવ્યા.ગુજરાતની જનતાની જીત થઈ છે. હિન્દુસ્તાનમાં ભાજપ કૌરવ રૂપી કોંગ્રેસને પછાડશે. ભાજપ ધર્મની સ્થાપના કરશે.
ગુજરાતની જનતાએ છેલ્લા ૨૨ વર્ષથી કોંગ્રેસ મુક્ત ગુજરાત અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું છે તેના સીમા ચિન્હો છે કૃષ્ણના દરબારમાં પડકારોની સામે સકારાત્મક ભૂમિકા ભજવી જેમ પાંડવો એ જેમ ધર્મ ની સ્થાપના કરી એમ હિન્દુસ્તાનમાં ભાજપ કૌરવ રૂપી કોંગ્રેસને પછાડી ધર્મની સ્થાપના કરશે એમ કોઈ શંકાને સ્થાન નથી.

Related posts

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

aapnugujarat

હની ટ્રેપ મામલો : મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ

editor

મોતનો સામાન ઘરેથી જ લઇને નિકળું છું : ભાજપ સાંસદ પ્રભાત ઝા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1