Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

‘વાનાક્રાઈ’ સાઈબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ : વ્હાઈટ હાઉસ

વ્હાઈટ હાઉસના હોમલેન્ડ સુરક્ષા સલાહકાર ટોમ બોસર્ટે જણાવ્યું કે, અમેરિકાનું માનવું છે કે, મે-૨૦૧૭માં અમેરિકામાં કરવામાં આવેલા સાઈબર અટેક વાનાક્રાઈ માટે ઉત્તર કોરિયા જવાબદાર છે.બોસર્ટે અમેરિકાના અખબાર વોલસ્ટ્રીટ જર્નલમાં લખેલા એક લેખમાં જણાવ્યું કે, સફળતાપૂર્વક પુરી કરવામાં આવેલી તપાસ બાદ અમેરિકા સાર્વજનિકરુપે એ નિર્ણય ઉપર પહોંચ્યું છે કે, મે-૨૦૧૭માં અમેરિકા ઉપર કરવામાં આવેલા સાઈબર અટેક વાનાક્રાઈ માટે ઉત્તર કોરિયા જવાબદાર છે.એક ખાનગી અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બોસર્ટે જણાવ્યું કે, આ હુમલો સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યો હતો. આ સાયબર હુમલાથી વિશ્વના મોટાભાગના દેશ પ્રભાવિત થયા હતા. જેના લીધે કરોડો રુપિયાનું નુકસાન પણ થયું હતું. જેના માટે અમેરિકા માત્ર ઉત્તર કોરિયાને જ જવાબદાર માને છે.ટોમ બોસર્ટે કહ્યું કે, અમેરિકા ઉત્તર કોરિયાને જવાબદાર ગણાવી રહ્યું છે અને તેના માટે અમેરિકા પાસે પુરતા પુરાવાઓ અને યોગ્ય સાક્ષીઓ પણ છે. આ ઉપરાંત બ્રિટન અને માઈક્રોસોફ્ટ પણ આ સાઈબર હુમલાના વિશ્લેષણ બાદ એકસમાન તારણ ઉપર પહોંચ્યા છે કે, ઉત્તર કોરિયા આ સાઈબર હુમલા માટે જવાબદાર છે.એક ખાનગી અંગ્રેજી સમાચાર ચેનલે જૂન-૨૦૧૭માં જણાવ્યું હતું કે, બ્રિટનની જાસુસી સંસ્થાને વિશ્વાસ હતો કે, ઉત્તર કોરિયા અથવા આ સાથે જોડાયેલા કોઈ સમુહ વાનાક્રાઈ સાઈબર અટેક માટે જવાબદાર છે.

Related posts

थाईलैंड में भूकंप के झटके

aapnugujarat

ભારત સામે રાસાયણિક હુમલો કરવાની પાકિસ્તાનની તૈયારી

aapnugujarat

अमेरिकी राष्ट्रपति की मौजूदगी में यूएई और बहरीन ने इजराइल के साथ किया ऐतिहासिक समझौता

editor

Leave a Comment

UA-96247877-1