Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં મોદી મેજિક : સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ

ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો. હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયા બાદથી જ પરિણામને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી હત. એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ તમામમાં ભાજપને લીડ આપવામાં આવી રહી હતી પરંતુ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે તમામ ચોંકી ઉઠ્યા હતા. એક વખતે તો જ્યારે પ્રવાહ આગળ વધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે ભાજપ પર લીડ મેળવી લીધી હતી.જો કે ભારે રસ્સાકસ્સીની સ્થિતી છેલ્લે સુધી રહ્યા બાદ અને દિલધડક ટક્કર થયા બાદ ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. મોડી સાંજ સુધી તમામ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૯૯ સીટ જીતીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં અને તમામ તાકાત લગાવી હોવા છતાં ૭૯ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. હાર્દિક ફેક્ટર, જુદા જુદા આંદોલનના કારણે સરકારથી કેટલાક ચોક્કસ સમુદાયની નારાજગી, જીએસટી અને નોટબંધીની અસર દેખાઇ ન હતી. મોદી મેજિક વચ્ચે ભાજપે ફરી ભગવો લહરાવ્યો હતો. અન્યોને ફાળે ચાર સીટ ગઇ હતી. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની હાર થઇ હતી. ભાજપે દક્ષિણ ગુજરાતમાં ૨૫ અને કોંગ્રેસે ૧૦ બેઠકો પર જીત મેળવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ બેઠકો પૈકી ભાજપે ૨૩ અને કોંગ્રેસને ૩૦ સીટ મળી છે. અન્યના ફાળે એક સીટ ગઇ છે. ઉત્તર ગુજરાતમાં બાજપે ૨૯ અને કોંગ્રેસને ૨૪ સીટ મળી છે. દક્ષિણ ગુજરાતમાં કુલ ૩૫ સીટ પૈકી ભાજપે ૨૫ અને કોંગ્રેસને ૧૦ સીટ મળી છે જ્યારે મધ્ય ગુજરાતમાં ૪૦ પૈકી ભાજપને ૨૨, કોંગ્રેસને ૧૬ અને અન્યને બે સીટો મળી છે. આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં ભાજપે ૨૯ અને કોંગ્રેસને ૩૪ સીટ મળી છે. ગુજરાતમાં તમામ પ્રતિકુળ સંજોગો હોવા છતાં ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી લીધી છે. જીએસટી, નોટબંધી અને પાડીદાર આંદોલન, દલિત આંદોલન સહિતના તમામ વિરોધી પરિબળો હોવા છતાં ભાજપે શાનદાર જીત મેળવી લેવામાં સફળતા મેળવી લીધી છે. મોદી મેજિક વચ્ચે ગુજરાતમાં જીત થઇ હોવાનો ભાજપના તમામ નિષ્ણાંત નેતાઓ દાવો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઝંઝાવતી પ્રચાર કર્યો હોવા છતાં તેની વધારે અસર થઇ ન હતી. અમદાવાદની જુદી જુદી સીટ પર ભાજપને જીત મળી હતી. મોટા ભાગની સીટીની જીત પર કબજો જમાવ્યો હતો જેમાં અસારવા, મણિનગર, એલીસબ્રિજ, નારાણપુરાનો સમાવેશ થાય છે. ગુજરાતની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને માત્ર ગુજરાતના લોકોની જ નહીં બલ્કે દેશના લોકોની તથા કેટલાક અન્ય દેશોની પણ નજર હતી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આ ચૂંટણી યોજાઈ છે. ભાજપ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહ્યું છે. હવે બીજા પાંચ વર્ષ માટે ભાજપની સરકાર આવી ગઇ છે. આજે સવારમાં મતદાન શરૂ થયા બાદ ૧૮૨ બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ ૧૮૨૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયાના ભાવિનો પણ ફેંસલો થયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ૧૪મી ડિસેમ્બરના દિવસે મતદાન યોજાયું હતું. બીજા તબક્કા માટે ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૯૩ સીટ પર મતદાન થયુ હતું. ૨.૨૨ કરોડ મતદારો પૈકી ૬૮.૭૦ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કામાં મતદારો પૈકી ૧.૧૫ કરોડ પુરૂષો અને ૧.૦૭ કરોડ મહિલા મતદારો નોંધાયા હતા. જે ભારે ઉત્સાહિત દેખાયા હતા. ૨૫૫૫૮ મતદાન મથકો પર બીજા તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે ૩૭.૩૭ લાખ મતદારોની વય ૧૮થી ૨૬ વર્ષની વચ્ચેની રહી હતી. બાવન પાર્ટીના ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ભાજપે ૯૩ અને કોંગ્રેસે ૯૧ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમના ભાવિ હવે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બીજા તબક્કામાં મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ લિમખેડા સૌથી નાની સીટ હતી. જેમાં ૧.૮૭ લાખ મતદારો પૈકીના મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે ઘાટલોડિયા સૌથી મોટી સીટ છે જેમાં ૩.૫૨ લાખ મતદારો નોંધાયા હતા. બીજા તબક્કામાં સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં રહ્યા હતા. કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા યોજાઈ હતી. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ પર હતા. તે પહેલા ૯ની ડિસેમ્બરના દિવસે હાઇપ્રોફાઇલ, હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું. આની સાથે જ ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ંમતદાન પૂર્ણ થવાની સાથે જ પ્રથમ તબક્કામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુબાઇ વાઘાણી, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને મોઢવાડિયા સહિત ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં આ બે વિસ્તારોમાં ૮૯ સીટ પર મતદાન થયું હતુ પ્રથમ ચરણમાં ૨.૧૨ કરોડ મતદારો પૈકી ૬૬.૭૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ તબક્કાની ચૂંટણીને સાનુકુળ રીતે પાર પાડવા માટે ૨.૪૧ લાખ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં ચૂંટણી થઇહતી. પ્રથમ તબક્કામાં જે જિલ્લામાં મતદાન થયું હતું તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્ધારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૫૪ સીટો હતી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં મતદાન થયું હતું. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૩૫ સીટો હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૧૯ જિલ્લાને આવરી લેતી ૮૯ સીટ પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની ચૂટણી માટે ૧૪૧૫૫ સ્થળો પર ૨૪૬૮૯ મતદાન મથકો હતા.

Related posts

પાટણ માં અપાતું પીળું પાણી દૂષિત નહીં શુદ્ધ,ટેસ્ટિંગ માં પાસ

aapnugujarat

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

સાનિયા દે મર્ડર કેસમાં બે આરોપી દોષિત જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1