Aapnu Gujarat
બિઝનેસ

વેટના અમલથી દુબઈમાં મની લોન્ડરિંગની મુશ્કેલી

પહેલી જાન્યુઆરીથી દુબઈ મની લોન્ડરિંગ માટેના લોકપ્રિય સ્થળ તરીકેનું આકર્ષણ ગુમાવી દેશે. તેનું કારણ એ છે કે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) જાન્યુઆરીથી વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) લાદવાનું છે. અખાતના વિસ્તારમાં નવો અને પ્રથમ વખત ટેક્સ લાદવામાં આવશે. તેના લીધે ત્યાં નાણાં ઠાલવવાનું મોંઘું બની જશે, એટલું જ નહીં વેટના રેગ્યુલેશન્સના લીધે તેમણે કેટલીય દસ્તાવેજી કાર્યવાહી કરવાની આવશે.દાયકાઓથી અમિરાતમાં નવા રચાયેલા એકમો પેપર ટ્રાન્ઝેકશન દર્શાવતા હતા, જેને સારા અને અધિકૃત બિઝનેસ ડીલ તરીકે ગણવામાં આવતા હતા તથા તેના પર વેરો લાગતો ન હતો. બ્લેકમની કાયદેસર થતાં જ આ ભંડોળ દુબઈની બેન્કોમાં રાખવામાં આવતું હતું અથવા તો બીજા દેશોમાં રોકાણ થતું હતું અથવા તે ભારતમાં ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણના સ્વરૂપમાં પરત આવતું હતું.સ્વિટ્‌ઝરલેન્ડ કે અન્ય ટેક્સ હેવન્સના બેહિસાબી ફંડ્‌સને કાયદેસર કરીને આ અધિકાર ક્ષેત્રમાંથી નાણાં બહાર લઈ જઈ દુબઈમાં કંપનીઓ શરૂ કરવામાં આવતી હતી. તેમાં આ નાણાંને ટ્રેડિંગની આવક કે કમિશન કે કમિશન કે કન્સલ્ટન્સી ફી તરીકે દર્શાવાતા હતા. આ પ્રકારના નાણાકીય વ્યવહાર પર હવે પાંચ ટકા વેટ લાગશે.વૈકલ્પિક સર્વિસ પ્રોવાઇડરો જેવા કે યુએઇના રહેવાસીઓ અને એનઆરઆઇ સંબંધીઓ તથા તેમના સહયોગીઓ હોય તેવા શંકાસ્પદ ભારતીયો દુબઈમાં કંપની સ્થાપી ભંડોળ મેળવતા હતા. તેના પરિણામે આ સોદા પાછળ રહેનારા ભારતીય રહેવાસીઓ યુએઇ શેરધારકો પાસેથી દુબઈ કંપની ખરીદી લેતા હતા (આ પ્રકારના હોલ્ડિંગ દ્વારા નાણાં ઠાલવવામાં આવશે.).

Related posts

Anil Ambani gets place into international advisory board of global think-tank The Atlantic Council

aapnugujarat

Sensex drop by 306 pts to 38,031.13 at close

aapnugujarat

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

editor

Leave a Comment

UA-96247877-1