Aapnu Gujarat
ગુજરાત

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

રાજયમાં બીજા તબકકામા ગુરૂવારના રોજ હાથ ધરનારી બીજા તબકકાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ મંગળવાર સાંજે પાંચ કલાકથી શાંત થઈ જશે.ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પુરુ થયા બાદ હવે બીજા તબકકા માટે ગુરુવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવા માટે ચૂંટણીપંચ તરફથી તમામ તૈયારી પુરી કરી લેવામા આવી છે ત્યાં બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી રાજયના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકો ખાતે રાજકીયપક્ષો દ્વારા કરવામા આવી રહેલા પ્રચાર અને પ્રસાર ઉપર મંગળવાર સાંજે પાંચ કલાકે રોક લાગી જશે.ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૬૮ ટકા મતદાન થવા પામ્યુ હતુ.બીજા તબકકામા કુલ ૯૩ બેઠકો માટે કુલ ૮૫૧ ઉમેદવારો મેદાનમા છે તેવા સમયે રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા તેમના પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના સંજોગો દેખાતા તેમના દ્વારા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામા આવ્યો હતો.આ ઉપરાંત પણ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા આ ચૂંટણીમા પ્રચાર કરવામા આવ્યો કે જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,ચિદ્મબરમ સહિતના નેતાઓનો સમાવેશ થતો હતો.ગુરૂવારના રોજ હાથ ધરવામા આવનારી મતદાન પ્રક્રીયા સમયે રાજકીય પક્ષોના કુલ મળીને ૨૯૧ ઉમેદવારો મેદાનમાં છે જયાં ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમા છે ત્યાં બે ઈવીએમ આપવામા આવશે.મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમા ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬,ધંધુકામાં ૧૬, ઉમેદવારો મેદાનમા છે. સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં બે છે.કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવશે. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે.કુલ ૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનના સંદર્ભમાં ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે પાકા આંકડા ટકાવારી અંગેના જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગુજરાતમાં સૌથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતના જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે તેમાં મોરબી ૭૩.૧૯, ભરુચમાં ૭૩.૦૧, તાપમાં ૭૮.૫૬, ડાંગમાં ૭૨.૬૪, નવસારીમાં ૭૩.૧૯, વલાસડમાં ૭૨.૬૯ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ટકા મતદાન થયું હતું.

Related posts

દિવાળી વેકેશનનું બુકિંગ શરૂ : ટ્રેન ફુલ

aapnugujarat

કેસર કેરીના પાકમાં ભારે નુકસાન

editor

રૂપાણીના આદેશ છતા પાટિલે લોકો ભેગા કરી ફોટોસેશન કરાવ્યો

editor

Leave a Comment

UA-96247877-1