Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દીકરીને પાકિસ્તાનથી લાવવા માતાની યૂટ્યુબ દ્બારા ‘ટિ્‌વટર’ મંત્રીને અપીલ

પતિની છેતરપિંડીનો ભોગ બનેલી અને પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય મહિલાને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ભારત આવવા તત્કાળ વીઝા અપાવ્યા હતાં તેમ છતાંય તે હજી ભારત આવી શકતી નથી. મહિલાનું નામ મોહમ્મદી બેગમ છે. પતિ મોહમ્મદીનું જીવવું હરામ કરી નાખ્યું છે અને તેને ભારત પણ પરત આવવા નથી દેતો. મોહમ્મદીની માતા મદદ માટે સુષમા સ્વરાજ પાસે મદદની ગુહાર લગાવી છે.મોહમ્મદીની માતાએ આ માટે યૂટ્યુબની મદદ લીધી છે.
યૂટ્યુબ પર એક વીડિયો અપલોડ કરીને માતાએ જણાવ્યું છે કે મોહમ્મદીનો પતિ તેને હેરાન કરે છે અને ભારત પરત મોકલવાનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યો છે. ત્યાં મોહમ્મદીનું ખુબ જ અપમાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદીના વિઝાની અવધી ૧૬ ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ મોહમ્મદીના માત પિતાની ચિંતા વધતી જાય છે.મોહમ્મદીના નિકાહ ૧૯૯૬માં મોહમ્મદ યૂનિસ સાથે થયા હતાં. બંનેના લગ્ન ફોન પર જ થયાં હતાં. યૂનિસ મોહમ્મદીના પરિવાર સામે ખોટું બોલ્યો હતો. તેણે મોહમ્મદીના પરિવારને પોતે ઓમાનનો વતની હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોહમ્મદી ઓમાન પહોંચી તો તેને જાણ થઈ હતી કે પતિ યૂનિસ પાકિસ્તાની છે. બાદમાં યૂનિસે મોહમ્મદીને પાકિસ્તાન મોકલી દીધી હતી. ત્યાર બાદ મોહમ્મદીએ પોતાની આપવીતી સંભળાવતા યૂટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો હતો.સમગ્ર મામલે એમબીટી નેતા અમજદુલ્લહ ખાને હસ્તક્ષેપ કર્યો હતો અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખી મોહમ્મદીની મદદ માટે વિનંતી કરી હતી. સ્વરાજે તેની મદદ પણ કરી હતી.

Related posts

फिलीपींस में भूकंप के झटके

editor

Former British foreign minister Boris Johnson would make “excellent” PM to replace May: US Prez Trump

aapnugujarat

વિશ્વમાં અસ્થિરતા ફેલાવવા પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે રશિયા : અમેરિકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1