Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નોર્થ કોરિયા સામે લડી લેવા અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન સજ્જ

ઉત્તર કોરિયા દ્વારા એક પછી એક મિસાઇલ પરીક્ષણ કરાઈ રહ્યાં છે તેમજ તેમના તાનાશાહ કિમ જોંગની ધમકીઓ વચ્ચે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન પોતાની તૈયારીઓને અંજામ આપવામાં લાગી ગયા છે.
ત્રણેય દેશ સારી રણનીતિ, સૈન્યના અભ્યાસ સાથે મિસાઇલોનું ટ્રેકિંગ કરવું તેમજ તેને ધ્વસ્ત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, જે અંતર્ગત અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન સોમવારથી બે દિવસ માટે મિસાઇલ ટ્રેકિંગનો અભ્યાસ કરશે. જાપાન મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા આ જાણકારી અપાઈ હતી. જે ઉત્તર કોરિયા દ્વારા સતત હથિયારોનાં પરીક્ષણને લઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.  અમેરિકા અને દક્ષિણ કોરિયા છેલ્લા એક અઠવાડિયાથી મોટાપાયે સૈન્ય પર અભ્યાસ કરી રહ્યા છે. જે પછી ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે, કોરિયાઈ પ્રાયદ્વીપમાં પરમાણુયુદ્ધને લઈને કોઈ અગર-મગરવાળી વાત નથી, પરંતુ હવે અમારે એ જોવાનું છે કે યુદ્ધ થશે તો ક્યારે થશે.અમેરિકા ચીન અને અન્ય દેશો પર ઉત્તર કોરિયા સાથે વ્યાપાર અટકાવવા માટે દબાણ કરી રહ્યો છે.  અમેરિકા દ્વારા નવા પ્રતિબંધ લાદવામાં આવે તેવી શક્યતાઓ પછી ઉત્તર કોરિયાએ રવિવારે કહ્યું કે, સમુદ્રી નાકાબંધી યુદ્ધની ઘોષણા થઈ ચૂકી છે.  ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવ્યા બાદ અમેરિકાએ કહ્યું હતું કે, તે તેમના પર નવા પ્રતિબંધ લાવી શકે છે.

Related posts

अफगान वायुसेना के 2 हेलिकॉप्टरों के बीच टक्कर, 15 की मौत

editor

ईरान कभी नहीं चाहता अमेरिका के साथ युद्ध : रूहानी

aapnugujarat

શ્રીલંકાના નેગોંબોમાં સ્થાનિક સિંહલા જૂથ અને મુસ્લિમો વચ્ચે રમખાણો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1