Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ

૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક ૧.૧૦ લાખ મતદારોની લીડથી જીત મેળવી આનંદીબહેન પટેલ ધારાસભ્ય બન્યા હતા તે ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી જીતવું એ કોંગ્રેસ માટે દિવાસ્વપ્ન છે. અહીંથી ભાજપ મોવડી મંડળે આનંદીબહેન પટેલના ખાસ વિશ્વાસુ એવા ભૂપેન્દ્રભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસે શશિકાન્ત પટેલને ટિકિટ આપી હતી. પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે પાટીદાર ઉમેદવારો મેદાનમાં છે.ઘાટલોડિયા બેઠકમાં ૩.૪૭ લાખ મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા ૭૦થી ૭૮ હજાર માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના ૪૦ હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક છે.નવા સીમાંકન બાદ સરખેજ વિધાનસભા બેઠકના ભાગ પાડી નવી વિધાનસભાઓ અસ્તિત્વમાં આવી હતી જેમાં ઘાટલોડિયા, વેજલપુર, સરખેજનો સમાવેશ થાય છે જ્યારે સરખેજનો કેટલોક ભાગ અન્ય વિધાનસભામાં પણ ભળ્યો હતો. સરખેજ વિધાનસભા વરસોથી ભાજપનો ગઢ હતી જેમાંથી છૂટી પડી બનેલી ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ સાબિત થઇ છે.કોંગ્રેસે ૨૦૦૭ની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખી ચૂકેલા શશિકાન્ત પટેલને રિપીટ કર્યા છે. તેઓ ૨૦૦૭માં ચૂંટણી હારી ચૂક્યા હતા.શશિકાન્ત પટેલની જીતનો આધાર પાટીદાર વોટર છે જો પાટીદાર અનામત આંદોલનની અસર વર્તાય તેવા સંજોગોમાં તેઓને જીતનું દિવાસ્વપ્ન સાકાર થઇ શકે છે.

Related posts

અમદાવાદ આરટીઓમાં નવા સારથી-૪ સોફ્ટવેરને લઇ કામ ઠપ થયું

aapnugujarat

उपरवास में भारी बारिश से नर्मदा बांध के ८ दरवाजे खुले

aapnugujarat

ઝાલાવાડમાં કરણી માંની ૧૩૪મી જન્મ જયંતિની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1