Aapnu Gujarat
મનોરંજન

કંગના અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહીં કરે

કંગના રાણાવત હવે અન્ય કોઇ ફિલ્મ નિર્માતા નિર્દેશક સાથે કામ કરશે નહી. થોડાક મહિના પહેલા કંગના રાણાવતે જાહેરાત કરી હતી કે તે પિલ્મ તેજુની સાથે ફિલ્મ નિર્દેશનની શરૂઆત કરશે. તેજુમાં કંગના ૮૦ વર્ષની મહિલાની ભૂમિકા અદા કરનાર છે. કંગનાએ એમ પણ કહ્યુ છે કે મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી બાદ બીજા નિર્દેશકોની ફિલ્મોમાં એક્ટિંગ કરનાર નથી. તે માત્ર પોતાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં જ કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મમાં તે કેટલીક યાદગાર રોલ કરવા માટં ઇચ્છુક છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કંગના પોતાના આ નિર્ણયને બદલી શકે છે. રિપોર્ટ મુજબ તે હાલમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ થનાર છે. હાલમાં જ પૂર્ણ થયેલા ઇન્ટરનેસનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પણ શેખર કપુરે કહ્યુ હતુ કે કંગના માટે તેઓ એક પટકથા લખી રહ્યા છે. આ ફિલ્મમાં પણ કંગનાની બૂમિકા ૮૫ વર્ષની મહિલા તરીકે રહેશે. આનો મતલબ એ છે કે જો તમામ બાબતો યોગ્ય રીતે આગળ વધશે તો કંગના રાણાવત ટુંક સમયમાં જ બે એવી ફિલ્મો કરનાર છે જેમાં વયોવૃદ્ધ મહિલાની ભૂમિકા તે અદા કરનાર છે. કંગના બોલિવુડમાં ક્વીન તરીકે ઉભરી ચુકી છે. તેની ગણતરી બોલિવુડમાં એક શાનદાર અભિનેત્રી તરીકે થઇ રહી છે. કંગના રાણાવત બોલિવુડમાં સૌથી શક્તિશાળી અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. કંગના રાણાવત હાલમાં રિતિક રોશન સાથે તેના સંબંધના કારણે ચર્ચામાં રહી હતી. કંગના રાણાવત બોલિવુડમાં બોલ્ડ એન્ડ બ્યુટિફુલ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગે તમામ જુદા જુદા વિષય પર પોતાની પ્રતિક્રિયા પણ આપતી રહી છે. હવે નિર્માતા નિર્દેશક મુદ્દે વાત કરી નવી ચર્ચા જગાવી છે.

Related posts

अंकिता लोखंडे विकी जैन से अगले साल कर सकती हैं शादी

aapnugujarat

એતરાજ-૨ ફિલ્મમાં ભૂમિકા કરવા પ્રિયંકા સહમત થઇ ગઇ

aapnugujarat

દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇ સસ્પેન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1