Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લશ્કર-એ-તોઇબાના સૌથી મોટા સમર્થક રહ્યા : મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે ફરી એકવાર ચર્ચાસ્પદ અને ચોંકાવનાર નિવેદન કર્યું છે. મુશર્રફે કહ્યું છે કે, તેઓ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના સૌથી મોટા સમર્થક રહ્યા છે અને આ બાબત પણ જાણે છે કે, આ સંગઠન પણ તેમને ખુબ પસંદ કરે છે. મુશર્રફે એઆરવાય ટીવી નામની પાકિસ્તાની ચેનલ સમક્ષ હાફીઝ સઇદના સંદર્ભમાં પણ વાત કરી છે અને કહ્યું છે કે, તેઓ લશ્કરે તોઇબાના સૌથી મોટા સમર્થક રહ્યા છે. જમાત ઉદ દાવા પણ તેમને પસંદ કરે છે. એટલું જ નહીં પરવેઝ મુશર્રફે એવી કબૂલાત પણ કરી છે કે, તેઓ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદને મળી ચુક્યા છે. જ્યારે પણ મુશર્રફને પુછવામાં આવ્યું કે, લશ્કરે તોઇબાના સ્થાપક અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદના પ્રશંસક છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા મુશર્રફે આ પ્રશ્નના જવાબમાં પણ હકારાત્મક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, સઇદ કાશ્મીરમાં થઇ રહેલી ગતિવિધિમાં સામેલ છે જેથી તેઓ આનુ સમર્થન કરે છે. અત્રે નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવેલા હાફીઝ સઇદને ગયા સપ્તાહમાં જ પુરાવાના અભાવમાં લાહોર હાઈકોર્ટે નિર્દોષ છોડી મુક્યો હતો. મુશર્રફ અહીં રોકાયા ન હતા. મુશર્રફે નિવેદન કર્યા બાદ સ્પષ્ટ થઇ ગયુ ંછે કે, કઇરીતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન લશ્કરે તોઇબાની મદદ લેતું રહ્યું છે. મુશર્રફે કહ્યું હતું કે, તેઓ કાશ્મીરમાં પગલા અને ભારતીય સેનાને કાશ્મીરમાં દબાણમાં લાવવાનું સમર્થન કરતા હતા. લશ્કરે તોઇબા સૌથી મોટા ફોર્સ તરીકે છે. ભારતે અમેરિકાની સાથે મળીને તેને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું. તોઇબા કાશ્મીરમાં છે અને તે અમારા અને કાશ્મીરનો મામલો હોવાની વાત પરવેઝ મુશર્રફે કરી હતી.

Related posts

धारा 370 : पाक. विदेश सचिव ने भारतीय उच्चायुक्त को किया तलब

aapnugujarat

સાઉદી અરબમાં કુરાનની આયત રીંગટોન તરીકે રાખવા પર ફતવો

aapnugujarat

કેનેડામાં ૧૦ લોકોની ચપ્પુ મારીને હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1