Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઉત્તર કોરિયાએ જાપાન પર મિસાઇલ ઝીંકી

અમેરિકા સહિતના દુનિયાના શક્તિશાળી દેશો તરફથી આપવામાં આવેલી ચેતવણીની ચિંતા કર્યા વગર ઉત્તર કોરિયાએ આજે ફરી એકવાર બેલાસ્ટિક મિસાઇલ ઝીંકતા વિશ્વના દેશો હચમચી ઉઠ્‌યા છે. ઉત્તર કોરિયાએ બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ કરીને તમામને ચોંકાવી દીધા છે. હવે ઉત્તર કોરિયા સામે કાર્યવાહી કરવા માટે સતત દબાણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વધી રહ્યુ છે. અમેરિકાએ કઠોર પ્રતિક્રિયા આપીને દુનિયા માટે ખતરા તરીકે આને ગણાવીને ઉત્તર કોરિયાની ઝાટકણી કાઢી છે. અમેરિકાના સમય મુજબ ઉત્તર કોરિયાએ આજે સવારે બેલાસ્ટિક મિસાઇલનુ પરીક્ષણ કર્યુ હતુ. દક્ષિણ કોરિયા અને અમેરિકા બન્નેએ આ પરીક્ષણને સમર્થન આપી દીધુ છે. દક્ષિણ કોરિયાના મિડિયા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે દક્ષિણી પ્યોંગાન પ્રાંતથી આ મિસાઇલને જાપાનના દરિયામાં ઝીંકવામાં આવી હતી. આ ધડાકો દુર સુધી સંભળાયો હતો. ઉત્તર કોરિયાએ પણ છાતી ઠોકીને પરીક્ષણ કર્યુ હોવાની કબુલાત કરી છે. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જાપાનના સંરક્ષણ પ્રધાને કહ્યુ છે કે આ મિસાઇલ તેમના ખાસ આર્થિક ઝોનમાં પડી છે. જાપાને પણ આ મિસાઇલ પરીક્ષણની નિંદા કરી છે. જાપાને તરત ઇમરજન્સી બેઠક પર બોલાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કિંમ જોગના પડકારને સ્વીકાર કરીને કહ્યુ છે કે અમેરિકા પરિસ્થિતી પર નજર રાખી રહ્યુ છે. ઉત્તર કોરિયાએ બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણના દોર જારી રાખ્યા છે. છઠ્ઠા પરીક્ષણ વેળા ઉત્તર કોરિયાએ કહ્યુ હતુ કે હાઇડ્રોજન બોમ્બનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેને મિસાઇલ પર લગાવી શકાય છે. આ વર્ષે જુલાઇમા ઉત્તર કોરિયાએ બે વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલના પરીક્ષણ કર્યા હતા. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે ઉત્તર કોરિયાના આ પગલાની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યુ હતુ કે આ ઘટના સમગ્ર દુનિયા માટે ખતરા તરીકે છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ ઉત્તર કોરિયાઅ પરમાણુ પરીક્ષણ કરીને તમામને ચોંકાવી દીધા હતા. અમેરિકાએ પહેલા પણ ઉતર કોરિયાને ચેતવણી આપીને કહ્યુ છે કે આ પ્રકારના પરીક્ષણ કરવામાં ન આવે. તે તેના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉપસ્થિત નેતાઓની હાજરીમાં કહ્યુ હતુ કે જો કિમ જોંગ ઉનના પરમાણુ પરીક્ષણ જારી રહેશે તો અમેરિકાને ઉત્તર કોરિયાને ખતમ કરવાની ફરજ પડી શકે છે. બે મહિના સુધી શાંતિ જાળવી રાખ્યા બાદ ઉત્તર કોરિયાએ ફરી પરીક્ષણ કર્યુ છે. ઉત્તર કોરિયાએ જે મિસાઇલ ઝીંકી છે તે મિસાઇલની હદમાં વોશિગ્ટન અને પૂર્વીય અમેરિકાના દરિયાઇ ક્ષેત્ર આવી શકે છે.  જાપાન અને અમેરિકા તેમજ દક્ષિણકોરિયાએ સુરક્ષા પરિષદની તાકીદે બેઠક બોલાવવા માટે અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની આ બેઠક ભારતીય સમય મુજબ ગુરૂવારના દિવસે યોજાશે. જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએકહ્યુ છે કે અમે ઉત્તર કોરિયા પર વધારે દબાણ લાવવા માટે તૈયાર છીએ.

Related posts

चंदा कोचर को 10 जून को ED के समक्ष पेश होने का नोटिस

aapnugujarat

आधार को नहीं कर सकते जरुरीः सुप्रीम कोर्ट

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ૭૩થી વધારે સીટો જીતવા ભાજપ તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1