Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરબમાં કુરાનની આયત રીંગટોન તરીકે રાખવા પર ફતવો

સાઉદી અરબમાં એક નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ ફતવો કુરાનની આયતનો મોબાઇલ રિંગટોન તરીકે ઉપયોગ કરવા પર જાહેર કરવામાં આવ્યો છે. સાઉદી અરબના મૌલાનાનું માનવું છે કે, કુરાનની આયતનનો મોબાઇલ રિંગટોન તરીકે ઉપયોગ કરવો ગેરઇસ્લામિક છે.  ઇસ્લામિક દેશ સાઉદી અરબના આ ફતવાનું સમર્થનમાં દારૂલ ઉલૂમ દેવબંધ પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે, કુરાનની આયતનો રીંગટોન તરીકે ઉપયોગ કરવો હરામ છે.  દારૂલ ઉલૂમના મુફ્તીનું કહેવું છે કે, ફોનની રીંગ વાગતા સમયે ફોન કરનાર કે ઉઠાવનાર બની શકે છે કે તે ટોઇલેટમાં હોય એવામાં કુરાનની આયતને રિંગટોન કે કોલરટોનની રૂપમાં સાંભળવી ગેરઇસ્લામિક છે પછી તે સાઉદી આરબમાં હોય કે વિશ્વના કોઇ પણ દેશમાં હોય, ઇસ્લામ દરેક જગ્યાએ સમાન હોય છે.  જોકે આવું પહેલીવાર નથી બન્યું કે, આવા પ્રકારનો ફતવો જાહેર કરવામાં આવ્યો હોય આ પહેલા વર્ષ ૨૦૦૯માં કાનપુરના અસરફ-ઉલ-મદરેસાના મૌલાનાઓએ આવો જ એક ફતવો જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, ઘણીવાર લોકો આયત પુરી થાય તે પહેલા જ ફોન ઉઠાવી લે છે જેથી આયતનો અર્થ ફરી જાય છે અને જે ગેરઇસ્લામિક છે.

Related posts

રશિયાથી મોટા સમાચારઃ કોરોનાની બીજી રસીને પણ મંજૂરી આપી

editor

કેનેડા : ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, ૨૦થી વધુ ઇજાગ્રસ્ત

aapnugujarat

Pakistan rejects 58 visa applications out of 282 sent by Sikh pilgrims

aapnugujarat

Leave a Comment

UA-96247877-1