Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકની સેક્સ સીડી બનાવવામાં બીજેપીની કોઇ ભૂમિકા નથી : રૂપાણી

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. એક તરફ કોગ્રેસ ૨૨ વર્ષનો વનવાસ ખત્મ કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે બીજેપી નરેન્દ્ર મોદીના ગુજરાત છોડવા પર પ્રથમવાર મેદાનમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા વિરોધી લહેર નથી. અગાઉ બીજેપીએ જીતી નહી હોય એટલી બેઠકો આ વખતની ચૂંટણીમાં જીતીશું.હાર્દિકની કથિત સેક્સ સીડી પર બોલતા રૂપાણીએ કહ્યું કે, અમે કોઇ સીડી બનાવી નથી. આરોપ લગાવવા સરળ છે. જો પુરાવાઓ હોય તો પુરાવા આપો. સીડી બનાવવામાં બીજેપીની કોઇ ભૂમિકા નથી. રૂપાણીએ કહ્યું કે, નોટબંધી બાદ અમે અનેક ચૂંટણીઓ લડી છે તે સમયે પણ રાહુલ ગાંધીએ તેવા મુદ્દા ઉઠાવ્યા હતા. પ્રજાને ખ્યાલ આવી ગયો છે કે મોદીજીએ અંતિમ વખત લાઇનમાં ઉભો કર્યો હતો જ્યારે કોગ્રેસે જીવનભર લાઇનમાં ઉભા રાખ્યા હતા.રૂપાણીએ કહ્યું કે, આનંદીબેન પટેલ સોશિયલ મીડિયાએ સાર્વજનિક રીતે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું ૭૫ વર્ષની થઇ ગઇ છું, હવે અન્ય લોકોનો તક મળવી જોઇએ. હું આ માટે આનંદીબેનને સેલ્યૂટ કરું છું. હિમાચલમાં વીરભદ્રસિંહ ૮૪ વર્ષના થઇ ગયા છે પરંતુ તેઓ હજુ પણ ચૂંટણી લડી રહ્યા છે.વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ ચૂંટણીમાં તમામ લોકો પ્રચાર માટે આવે છે. મોદીજી હિમાચલ ચૂંટણીમાં પ્રચાર માટે ગયા હતા. કોગ્રેસના તમામ નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવે છે. હાર્દિકનું આંદોલન પાટીદાર આંદોલન નથી પરંતુ તેનું પર્સનલ આંદોલન છે. હાર્દિક હવે કોગ્રેસના ખોળામાં બેસી ગયો છે. અલ્પેશ કોગ્રેસમાં સામેલ થઇ ગયો છે અને જીગ્નેશ મેવાણી કોગ્રેસના સમર્થનથી ચૂંટણી લડી રહ્યો છે.

Related posts

બાવળામાં ફોટો વાયરલ કરવા ધમકીથી ડરી સગીરાએ આપઘાત કર્યો

aapnugujarat

મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી શરૂઆત

aapnugujarat

कोर्ट ने धनजी उर्फ ढबुड़ी की जमानत अर्जी को फगाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1