Aapnu Gujarat
બિઝનેસ

અદાણીને ઓસ્ટ્રેલિયામાં મળનારી ૯૦ કરોડ ડોલરની સરકારી લોન જોખમમાં

પ્રારંભથી જ એક પછી એક અવરોધોનો સામનો કરી રહેલા અદાણી જૂથના ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટને ૯૦ કરોડ ડોલરની લોન આપવાની દરખાસ્ત વિરુદ્ધ લેબર પાર્ટી શાસિત ક્વીન્સલેન્ડની સરકારે વીટો વાપરવાની ધમકી આપી છે.ક્વીન્સલેન્ડ સરકારે જણાવ્યું હતું કે તે આ પ્રોજેક્ટને અપાનારી લોનને કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય વિરુદ્ધ વીટોનો ઉપયોગ કરી તેને અટકાવશે. ઓસ્ટ્રેલિયાની સંઘીય અને ક્વીન્સલેન્ડની રાજ્ય સરકાર દ્વારા મળેલી મંજૂરી બાદ ૧૬.૫ અબજ ડોલરનો વિશ્વનો સૌથી મોટો કારમાઇકલ પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે. અદાણી જૂથે તેની ખાણોને દરિયાના તટ સુધી સાંકળવા માટે રેલવે લાઇનના નિર્માણ માટે ૯૦ કરોડ ડોલરની નોર્ધન ઓસ્ટ્રેલિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી લોન (એનએઆઇએફ) માટે અરજી કરી હતી.આ મહિનાના પ્રારંભમાં ચૂંટણી અગાઉ ક્વીન્સલેન્ડના વડાપ્રધાન એનેસ્ટેસિયા પલાસઝૂકે જાહેરાત કરી હતી કે જો તેમની લેબર પાર્ટી ફરીથી સત્તામાં આવશે તો તે એનએઆઇએફને વીટો વાપરી અટકાવશે.જોકે હિતોના સંઘર્ષના અહેવાલો બહાર આવતાં પલાસઝૂકે જણાવ્યું હતું કે હિતોના ટકરાવ અંગેની કોઈ પણ શંકાને દૂર કરવા તેમનો પક્ષ એનએઆઇએફની લોનનો વિરોધ કરશે.સમાચાર માધ્યમોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર પલાસઝૂકે જણાવ્યું હતું કે, અદાણીના પ્રોજેક્ટની અત્યાર સુધીની એક પણ સમીક્ષામાં મારી સરકારની કોઈ ભૂમિકા નથી અને ભવિષ્યમાં પણ તેમાં અમારી કોઈ ભૂમિકા નહીં હોય.વડાપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી અદાણીની છે.દરમિયાન, અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણીની ખાણ, રેલ અને પોર્ટ પ્રોજેક્ટ્‌સમાં ક્વીન્સલેન્ડના લોકો માટે રોજગારી સર્જનની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.

Related posts

एयर इंडिया : 29 अक्टूबर से शुरू होगी दिल्ली से दोहा के लिए नई फ्लाइट

aapnugujarat

Bitcoinનો ભાવ ફરીથી 40,000 ડોલરને વટાવી ગયો

aapnugujarat

FPI દ્વારા વેચવાલીનો દોર જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1