Aapnu Gujarat
મનોરંજન

જુલી-૨ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ

જુલી-૨ ફિલ્મને ધારણા પ્રમાણે જ બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ નિહાળનાર લોકોનુ કહેવુ છે કે ફિલ્મમાં જુલી-૨ તરીકેના ટાઇટલ રોલમાં રહેલી રાય લક્ષ્મી શાનદાર ભૂમિકા અદા કરી ગઇ છે. તે પોતાની પ્રથમ બોલિવુડ ફિલ્મથી ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. જો કે બોલિવુડમાં પ્રથમ ફિલ્મમાં બોલ્ડ અને સેક્સી રોલ કરનાર રાય લક્ષ્મીને પોતાની અ તરીકેની છાપને દુર કરવા અને સારા રોલ મળવા માટેની બાબત મુશ્કેલરૂપ બનશે. કારણ કે બોલિવુડમાં હાલમાં ગળા કાપ સ્પર્ધા નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહી છે. જે બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે હમેશા તૈયાર રહે છે. આવી સ્થિતીમાં તે હવે નવી ફિલ્મમાં કામ મેળવી શકશે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફિલ્મની પટકથા પણ વધારે ધ્યાન ખેંચે તેવી દેખાઇ રહી નથી. ફિલ્મને એ સર્ટિફેકેશન મળ્યા બાદ આ ફિલ્મ દેશમાં રજૂ કરવામાં આવી હતી. રાય લક્ષ્મી પહેલા પણ અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકી છે પરંતુ આ તેની પ્રથમ હિન્દી ફિલ્મ હોવાથી તે ભારે આશાવાદી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સેક્સ સીન અને બોલ્ડ સીનના કારણે વધારે ધ્યાન ખેંચી શકે તેવી શક્યતા ખુબ ઓછી છે. જુલી ફિલ્મના ત્રણ વિડિયો ફિલ્મની રજૂઆત પહેલા જ હાલમાં લીક થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. ફિલ્મ રજૂ થાય તે પહેલા વિડિયો લીક થયા બાદ રાય લક્ષ્મીએ નારાજગી વ્યક્ત કરી હતી. રાય લક્ષ્મીએ કહ્યુ હતુ કે આ બાબત કઇ રીતે શક્ય બની તે અંગે તેને માહિતી નથી. જો કે આ બાબત ચોક્કસપણે દુખદ છે. વિડિયો લીક થયા બાદ જુલી-૨ ફિલ્મની ચર્ચા ચાહકોમાં છવાઇ ગઇ હતી. હવે આ ફિલ્મ મિશ્ર પ્રતિસાદ મેળવી રહી છે.

Related posts

જુલી-૨ ફિલ્મમાં સાઉથ સ્ટાર લક્ષ્મી રાય સુપરહોટ રોલમાં

aapnugujarat

સારા કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે

aapnugujarat

વરુણ અને નતાશા આ મહિનામાં લગ્ન કરશે તેવી સંભાવના

editor

Leave a Comment

UA-96247877-1