Aapnu Gujarat
મનોરંજન

જુલી-૨ ફિલ્મમાં સાઉથ સ્ટાર લક્ષ્મી રાય સુપરહોટ રોલમાં

નેહા ધુપિયાની કોઇ સમય બોલ્ડ ઇમેજ ઉભી કરનાર ફિલ્મ જુલીની સિક્વલ ફિલ્મ હવે તૈયાર કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. જુલી-૨ના ટીજરમાં સાઉથ સ્ટાર રાય લક્ષ્મી સુપરહોટ અવતારમાં નજરે પડનાર છે. ફિલ્મના ટીજરને લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. જુલી-૨ટીજરમાં સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી કામ કરી રહી છે. જુલી-૨ ફિલ્મમાં રાય લક્ષ્મી નજરે પડનાર છે. તે બોલિવુડમાં પણઁ પોતાની કુશળતા સાબિત કરવા માટે તૈયાર છે. દક્ષિણ ભારતમાં ૫૦થી વધારે ફિલ્મો કરી ચુકેલી રાય લક્ષ્મી પહેલા પણ બોલિવુડમાં સહાયક અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. તે સોનાક્ષી સિંહા અભિનિત ફિલ્મ અકીરામાં ચમકી હતી. જો કે તે ખુબ નાના રોલમાં હતી જેથી તેની નોંધ લેવાઇ ન હતી. જો કે હવે તે બોલિવુડમાં લીડ અભિનેત્રી તરીકે રજૂ થવા જઇ રહી છે. જુલી-૨ ફિલ્મમાં રાય લક્ષ્મીએ બોલ્ડ અવતાર રજૂ કર્યો છે. ફિલ્મમાં લક્ષ્મી કેટલાક બિકીની સીન આપ્યા છે. જેના માટે તે વજન ખુબ ઘટાડી ચુકી છે. જુલી-૨ ફિલ્મનુ નિર્દેશન દીપક શિવદાસાની દ્વારા કરવામાં આવ્યુ છે. પ્રથમ ફિલ્મ જુલીનુ નિર્દેશન દીપક દ્વારા જ કરવામાં આવ્યુ હતુ. જુલીમાં જે રીતે નેહા ધુપિયા છવાઇ ગઇ હતી તે રીતે આ ફિલ્મમાં રાય લક્ષ્મી છવાઇ જશે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ વાત કરવી યોગ્ય રહેશે. નહી. પરંતુ લક્ષ્મી ખુબ આશાવાદી છે. તે બોલિવુડમાં રહેલી અભિનેત્રી વચ્ચે ગળાકાપ સ્પર્ધામાં રહેવા કટિબદ્ધ છે. તે કોઇ પણ પ્રકારના બોલ્ડ અને સેક્સી રોલ કરવા માટે પણ તૈયાર છે. જેથી નવી અભિનેત્રીઓની ચિંતા વધી શકે છે.

Related posts

આર્સનલના ડિફેન્ડર હેક્ટર સાથે ઇશા ગુપ્તાના સંબંધ

aapnugujarat

સોનમ કપૂરે દિલ્હીનાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં

aapnugujarat

સલમાનની ટાઇગર જિન્દા હે ફિલ્મને વહેલી તકે રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1