Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૨ વર્ષ સુધીની બાળકી પર રેપ માટે થશે ફાંસી, મધ્યપ્રદેશ કેબિનેટે લીધો નિર્ણય

જબરદસ્તી અને ગેંગરેપની ઘટનાઓને જોતા મધ્યપ્રદેશની સરકારે કાયદામાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં ૧૨ વર્ષ સુધીની બાળકી સાથે કોઇએ પણ જબરદસ્તી કરી તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. આ જ રીતે જો કોઇ મહિલા સાથે ગેંગરેપની ઘટના બને છે તો પણ તમામ દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. દંડવિધિ (મધ્યપ્રદેશ અમેન્ડમેન્ટ બિલ) ૨૦૧૭માં પ્રસ્તાવિત આ અમેન્ડમેન્ટ પર શિવરાજસિંહ ચૌહાણે હામી ભરી દીધી હતી. પોલીસના ટોચના અધિકારીઓને બોલાવીને સીએમએ તમામ પાસાઓ પર ધ્યાન આપીને ફેરફારોને મંજૂરી આપી દીધી હતી. રવિવારે મંત્રાલયમાં કેબિનેટ મીટિંગ રાખવામાં આવી હતી, તેમાં આ મુસદ્દો રજૂ કરવામાં આવ્યો.ચર્ચા દરમિયાન પોલીસ ઓફિસરોએ ફાંસીની સજાને કડક બતાવી તો શિવરાજે કહ્યું કે હત્યાના આરોપીઓને ફાંસીની સજાની પણ જોગવાઈ છે પરંતુ કેટલાને ફાંસી થઈ? તેથી મોટાભાગના ગેંગરેપના મામલામાં હળવાશથી કામ નહીં ચાલે. ફાંસીની સજાની જોગવાઈ જરૂરી છે. જે બાદતમામ આ માટે સહમત થયા હતા.એકવાર છેડછાડની સજા મળ્યા બાદ જો આરોપી આ પ્રકારની ઘટનાને પુનઃ અંજામ આપશે તો તેની સામે ગુનેગારો જેવું વર્તન કરાશે અને સજા પણ કડક બનાવાશે.ગત મંગળવારે થયેલા કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ ટાળવામાં આવ્યો હતો. ત્યારે ચર્ચા દરમિયાન મંત્રીએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે જો ફાંસીની સજાની જોગવાઈ રાખવામાં આવશે તો રેપ કરનારો વ્યક્તિ ફાંસીના જરતી બાળકી કે વિક્ટિમને મારી શકે છે.

Related posts

રાહુલ ગાંધી આરએસએસની મદદ લઇ રહ્યા છે : મમતા બેનરજી

aapnugujarat

ઇન્દિરા ગાંધી હિટલર કરતા પણ આગળ રહ્યા : જેટલી

aapnugujarat

વિધાનસભા ચૂંટણી : ઈવીએમનાં બદલે બેલેટ પેપરથી વોટિંગ કરવાની માંગ સુપ્રીમે ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1