Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ પાર્ટી પ્રાઈવેટ લિમિટેડ કંપની છે : ગિરિરાજસિંહ

રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવાની વાત પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસને પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી ગણાવી છે.
કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ પદની ચૂંટણી અને રાહુલનું કોંગ્રેસ અધ્યક્ષ બનવાની વાતો બાબતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું કહેવુ છે કે દેશના લોકોએ રાહુલ ગાંધીને ગત ૧૦ વર્ષ યુપીએ સરકાર દરમિયાન જોયા છે. રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવાથી કોઈ ફરક પડશે નહીં. કોંગ્રેસ પાર્ટી પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી છે. જેથી રાહુલ ગાંધીને જ અધ્યક્ષ બનવાનુ છે બીજુ તો કોઈ બની શકશે નહીં.
ગિરિરાજે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે આ કોઈ કોંગ્રેસ પાર્ટી નથી. આ તો નકલી ગાંધી કોંગ્રેસ પાર્ટી છે. આ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે.પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જે પરંપરા ચાલી રહી છે. તેવી જ પરંપરાનો અમલ થશે. કોની હિમ્મત છે તે વિરોધ કરે.  પ્રાઈવેટ લિમિટેડ કંપનીના રાહુલ ગાંધી ડેપ્યુટી ચેરમેન છે. હવે ચેરમેન બની જશે.ગિરિરાજે કહ્યુ કે રાહુલ રાત્રે કલાવતીના ઘરે જઈને ગરીબી જુએ છે. દેશ વિશે કેવી રીતે જાણી શકશે. દેશનું ભૂગોળ તો ખબર નથી. દેશના ઈતિહાસની જાણ નથી. ના તો દેશની ગરીબી વિશે જાણકારી છે.

Related posts

કોલસા કાંડ : મધુ કોડાની સજા ઉપર સુનાવણી ટળી

aapnugujarat

કેજરીવાલ સરકારનાં ૩ વર્ષ : ૭૦ વર્ષનું કામ ત્રણ વર્ષમાં થયું : સરકારની સિદ્ધિઓનો કેજરીવાલે ઉલ્લેખ કર્યો

aapnugujarat

પુલવામાં બાદ ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1