Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ વધુ ૧૧૮ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

શેરબજારમાં આજે ફરી એકવાર તેજી જોવા મળી હતી.કારોબારના અંતે સેંસેક્સ ૧૧૮ પોઇન્ટ ઉછળીને ૩૩૪૭૮ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૮ પોઇન્ટ ઉછળીને ૧૦૩૨૬ની ઉંચી સપાટી પર રહ્યોહતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ આજે આજે સતત ચોથા દિવસે તેજી સાથે રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. ફાર્માના શેર અને ઇન્ડેક્સ હેવીવેટિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જોરદાર તેજી રહી હતી. એશિયન શેરબજારમાં પણ પણ હકારાત્મક સ્થિતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. ડોકટર રેડ્ડી લેમાં ૧૦ ટકા સુધીનો વધારો થયો હતો.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં પણ તેજી રહી હતી. શેરબજારમાં તેજી માટે કેટલાક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. વૈશ્વિક રેટિંગ સંસ્થા મૂડીએ શુક્રવારના દિવસે ભારતની રેટિંગ છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખત સુધારી હતી. સરકારે છેલ્લા એક દશકની અંદર ખાદ્ય તેલ ઉપર આયાત ટેક્સ સૌથી વધુ વધારી દીધો છે. સ્થાનિક ખેડૂતોને સમર્થન આપવાના હેતુસર આ નિર્ણય કરાયો છે. ડ્યુટીમાં વધારા બાદ તેલિબિયાની કિંમતો વધશે અને સ્થાનિક માર્કેટમાં ખેડૂતોને ફાયદો થશે. વર્ષ ૨૦૧૭-૧૮માં માર્કેટિંગ વર્ષમાં ખાદ્યતેલની આયાતને મર્યાદિત કરવામાં આનાથ મદદ મળશે. પહેલી નવેમ્બરના દિવસે વર્ષ ૨૦૧૭-૧૮ના માર્કેટિંગ વર્ષની શરૂઆત થઇ હતી. સરકારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ટેક્સને બે ગણો કરી દીધો છે.રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાના આંકડાને પાર કરી જાય તેમ માનવામાં આવે છે. શાકભાજી અને તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નોમુરા, મોર્ગન સ્ટેઇન્લી જેવી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓના કહેવા મુજબ કિંમતોમાં દબાણની સીધી અસર આગામી મહિનાઓમાં જોવા મળી શકે છે. અર્થતંત્રમાં તેજીના ભણકારા પણ દેખાઈ રહ્યા છે. શાકભાજી અને તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નોમુરાએ રિસર્ચ નોટમાં કહ્યું છે કે, સીપીઆઈ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાથી ઉપર પહોંચી શકે છે અને તે વર્ષ ૨૦૧૮માં ચાર ટકાના આરબીઆઈના ટાર્ગેટથી ઉપર રહશે.
આજથી શરૂ થયેલા નવા કારોબારી સેશનમાં સાત પરિબળોની અસર દેખાશે. જે પરિબળોની અસર દેખાય છે તેમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, માઇક્રોઇકોનોમિક ડેટાના નબળા આંકડા, અનેક બ્લુચીપ કંપનીઓ તરફથી અપેક્ષા કરતા નબળા પરિણામનો સમાવેશ થાય છે. ગઇકાલે સોમવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૭ પોઇન્ટ ઉછળીને ૩૩૩૫૯ની સપાટી પર રહ્યો હતો. નિફ્ટી ૧૫ પોઇન્ટ સુધરીને ૧૦૨૯૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં સતત ચોથા કારોબારી સેશનમાં તેજી રહેતા નવી આશા દેખાઇ રહી છે.

Related posts

GDP पर क्रिसिल की रिपोर्ट चिंताजनक, 2019-20 के लिए ग्रोथ रेट घटाकर किया 6.3 फीसदी

aapnugujarat

देश में अरबपतियों की कुल संपत्ति ९.६२% बढ़ी

aapnugujarat

दूसरे कार्यकाल में जेटली नहीं बनेंगे वित्त मंत्री : सूत्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1