Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે સિરામિક સમિટમાં ૮૦થી વધારે દેશના વેપારીઓ અને ગ્રાહકોએ ભાગ લીધો

સિરામિક ઉદ્યોગમાં ગુજરાતનું મોરબી અવ્વલ સ્થાન ધરાવે છે અને વિશ્વસ્તર પર અવ્વલ નંબર પર પહોંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સિરામિક ઉદ્યોગ વિકસાવવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવ્યા અને આજે ૮૦થી વધારે દેશના વેપારીઓ અને ગ્રાહકો સમિટમાં હિસ્સો લેવા માટે પહોચ્યા છે.ગાંધીનગર ખાતે આયોજિત આ સમિટમાં સામેલ થવા માટે ૮૦થી વધારે દેશોના લોકોએ હાજરી આપી. જેમાં અલગ-અલગ દેશોના ૨૦૦૦થી વધારે ડેલિગેટ્‌સ પણ સામેલ છે. આ તમામ લોકો બિઝનેસ ટુ બિઝનેસ મિટીંગમાં સામેલ થઈને પોતાના ઉદ્યોગને કઈ રીતે નવી ઉંચાઈએ લઈ જવાય તેની ચર્ચા કરશે. આ ઉપરાંત ૧ લાખથી વધારે લોકો સિરામિકની નવી નવી પ્રોડક્ટની વેરાઈટી જોવા માટે અહી આવશે. જેમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય તેવી પણ સંભાવના છે.છેલ્લા કેટલાય મહિનાઓથી આ એક્સ્પોનું વિવિધ માધ્યમો દ્વારા માર્કેટિંગ કરવામાં આવતુ હતુ. આયોજન સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, વિશ્વના ૬૫ દેશોના ૧૦૦થી વધુ શહેરોમાં રોડ શોના માધ્યમથી મોરબીની સિરામિક વસ્તુઓ કેમ લેવી જોઈએ તેની સમજણ આપવામાં આવી.તો અહીં દેશ વિદેશથી અનેક લોકો સમિટમાં હિસ્સો લેવા માટે પહોચ્યા છે અને તેણે અહીં મુકવામાં આવેલી અનેક વસ્તુઓ જોઈ હતી અને તે અંગે માહિતી મેળવી હતી આ તમામ વેપારીઓ એક વાત કહી રહ્યા છે કે વિદેશમાં જઈને અલગ-અલગ દેશમાં કોઈ એક ચોક્કસ વસ્તુઓ જોવા મળે છે, પરંતુ આ સમિટમાં એક જ છત નીચે તમામ વસ્તુઓ સરળતાથી મળી રહી છે.મુલાકાતીઓ અહીં રાખવામાં આવેલી હજ્જારો પ્રોડક્ટને જોઈને પ્રભાવિત થયા. જો આ રીતે સમિટ મળતી રહે અને સિરામિકની ક્વોલિટી જળવાઈ રહે તો ચોક્કસથી વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે તેમા કોઈ બેમત નથી.

Related posts

શાળા પ્રવેશોત્સવના બીજે દિવસે પણ ૧૫ રૂટ્સમાં ગામડાઓ ખૂંદતા રાજ્યમંત્રીશ્રી તડવી સહિત સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિત વરિષ્ઠ અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ

aapnugujarat

भगवान का निजमंदिर के गर्भगृह में प्रवेश और भव्य आरती हुई

aapnugujarat

એ બકાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી, સ્મૃતિ ઇરાનીએ વલસાડમાં સંબોઘી સભા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1