Aapnu Gujarat
રમતગમત

કોલકાતા ટેસ્ટનાં પ્રથમ દિવસે વરસાદ વિલન : લકમતે ત્રણ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો

કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે વરસાદના પરિણામ સ્વરુપે માત્ર ૧૧.૫ ઓવરની રમત શક્ય બનતા ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થયા હતા. શ્રીલંકા તરફથી લકમલે જોરદાર તરખાટ મચાવીને ત્રણેય વિકેટ ઝડપી હતી. છ ઓવરમાં છ રન આપીને લકમલે તરખાટ મચાવ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલ શૂન્ય, ધવન આઠ અને વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયા હતા. આજે રમત બંધ રહી ત્યારે રહાણે શૂન્ય અને ચેતેશ્વર પુજારા આઠ રન સાથે રમતમાં હતા. ભારત તરફથી આ ટેસ્ટ મેચની નિરાશાજનક શરૂઆત થઇ હતી. આ ટેસ્ટ મેચને લઇને ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો હતો પરંતુ પ્રથમ દિવસે જ વરસાદ વિલન બનતા નિરાશા ફેલાઈ ગઈ હતી. ઘણા સમય સુધી ક્રિકેટ ચાહકો વરસાદ પડી ગયા બાદ પણ મેદાન છોડીને ગયા ન હતા. બીજી બાજુ ક્રિકેટ કોમેન્ટેરોમાં પણ મેચને લઇને ચર્ચા જોવા મળી હતી. આ ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ નવા સર્જાય તેવી શક્યતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે આઠ ટેસ્ટ મેચો જીતી છે. આઠ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. વિરાટ કોહલી શૂન્ય રનમાં આઉટ થતાં ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે, પ્રથમ દિવસે વરસાદ વિલન બનશે અને રમત શક્ય બનશે નહીં અને આ ધારણા યોગ્ય સાબિત થઇ હતી. યજમાન ટીમ વધુ એક શ્રેણી જીતવા માટે મેદાનમાં ઉતરી પરંતુ વરસાદગ્રસ્ત પ્રથમ દિવસે નિરાશા હાથ લાગી હતી અને માત્ર ૧૧ ઓવરની રમત શક્ય બની હતી. આઈસીસી ટેસ્ટ રેંકિંગની વાત કરવામાં આવે તો ભારત નંબર વન પર અને શ્રીલંકા છઠ્ઠા ક્રમાંકે છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચના ગાળામાં છેલ્લી પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજુ ભારતમાં શ્રીલંકા સામે ૧૭ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૦ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની સાત ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંદીમલે કહ્યું હતું કે, અમને આ વાત કબૂલતા કોઇ ખચકાટ નથી કે અમે અન્ડરડોગ તરીકે છે. પરંતુ સારો દેખાવ કરવા માટે અમે તૈયાર છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજી બાજુ શ્રીલંકન ટમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે.

Related posts

રવિ શાસ્ત્રીની વિદાય થઈ શકે

editor

बीडब्ल्यूएफ विश्व टूर फाइनल्स में सिंधु को सीधा प्रवेश नहीं

editor

હરાજી બાદ મોટી તકલીફમાં ફસાઈ કિંગ્સ ઇલેવન પંજાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1