Aapnu Gujarat
ગુજરાત

શક્તિસિંહ ગોહિલનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ કચ્છ-ભુજમાં કોંગ્રેસનો વિરોધ કરાયો

પાસનાં કન્વીનર હાર્દિક પટેલનો સોમવારે એક કથિત વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ હવે મંગળવારે પણ હાર્દિકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ કથિત વીડિયોમાં ૩ યુવક અને એક યુવતી દેખાઈ રહી છે. આ કથિત વીડિયોને લઇ રાજકારણ પણ ઘણું બધું ગરમાયું હતું.એવામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઇ સમગ્ર પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ ભાજપ દ્વારા પણ શક્તિસિંહ અને હાર્દિકનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ શક્તિસિંહ અને હાર્દિકનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.શક્તિસિંહનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ કચ્છ-ભુજમાં ભાજપ દ્વારા કોંગ્રેસનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. શક્તિસિંહે આપેલ નિવેદનને લઇ તેમનો સખત વિરોધ કરાયો હતો. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે,”હાર્દિક પટેલ એ સરદાર પટેલનું ડીએનએ છે.”હાર્દિક પટેલ સરદાર પટેલનો ડીએનએ છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપેલા આ નિવેદનને લઈ આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું કે,”હાર્દિક પટેલ કોંગ્રેસનું મહોરું છે એ હવે સાબિત થઈ ગયું છે અને હાર્દિક પટેલનાં એક પછી એક બહાર આવતા કથિત અશ્લીલ વીડિયો જ બધુ બતાવે છે કે પાટીદાર અનામત આંદોલનનાં નામે ઉઘરાવેલું ફન્ડ શરાબ અને સબાબમાં જ વપરાતું હતું અને પાટીદારોને મૂર્ખ બનાવવામાં આવતા હતાં અને આજે હાર્દિક પટેલ અને કોંગ્રેસનો ચહેરો સમાજ સમક્ષ ખુલ્લો પડી ગયો છે. તેને લઈને આજે કોંગ્રેસનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

Related posts

જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા બાઈક, તેલના ડબ્બા અને ગેસના બાટલાને હારતોરા કરીને અનોખી રીતે વિરોધ

aapnugujarat

સરદારનગરમાં બુટલેગરોનો આંતક : હુમલામાં ૩ ઘાયલ

aapnugujarat

સરદાર સરોવર ડેમને તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરવામાં આવશે : નીતિન પટેલ

editor

Leave a Comment

UA-96247877-1