Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ચૂંટણી પ્રચાર માટે જનારા ભાજપના કાર્યકરોએ વિરોધનો સામનો કર્યો

સુરતમાં ફરીવાર ભાજપનો વિરોધ કરવામાં આવતાં રાજકારણ ગરમાયું છે.વરાછાના જનતાનગર સોસાયટીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા ભાજપના કાર્યકરોને વિરોધનો શિકાર બનવુ પડ્યું. સ્થાનિક લોકોનો વિરોધના કારણે ભાજપના કાર્યકરોને ભાગવું પડ્યું હતું. જો કે મામલો ઉગ્ર બનતા પોલીસે દરમ્યાનગીરી કરી અને મામલો થાળે પાડ્યો હતો.સુરતના વરાછામાં મોડી રાતે ધારાસભ્ય કિશોર કાનાણીના કાર્યાલય પર ભારે હંગામો જોવા મળ્યો હતો. પાસ કાર્યકરો અને ભાજપના કાર્યકરોએ છુટ્ટી ખુરશીઓ ઉછાળીને મારામારી કરી હતી.પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા યુવાનને અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે બે વર્ષ અગાઉ માર માર્યો હતો. આ હુમલો ભાજપના કાર્યકરોએ કરાવ્યો હોવાની અદાવતમાં પાસ કાર્યકરોએ ધારાસભ્યના કાર્યાલયને નિશાન બનાવ્યુ હતું.આમ તો છેલ્લા છેલ્લા ચાર દિવસથી પાસ કાર્યકરો અને ભાજપ વચ્ચે રકઝક ચાલતી હતી. જોકે ગત મોડી રાત્રે ખુરશીઓ ઉછાળવાની સાથે પથ્થરો પણ ફેંકવામાં આવ્યા.ભાજપી કાર્યકરને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

Related posts

ગુજરાત પ્રદેશ અજાજ મિડિયા ટ્રસ્ટની ત્રીજી બેઠક મહેસાણા ખાતે યોજાઈ

aapnugujarat

साणंद के गोधावी गांव में मां ने बच्ची की हत्या करके खुद भी आत्महत्या कर ली

aapnugujarat

गुजरात में २० गायकों ने थामा भाजपा का दामन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1