Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત પ્રદેશ અજાજ મિડિયા ટ્રસ્ટની ત્રીજી બેઠક મહેસાણા ખાતે યોજાઈ

“ગુજરાત પ્રદેશ અજાજ મિડીયા ટ્રસ્ટની કારોબારી સભ્યોની મિટિંગ તા ૧૮/૯/૨૦૨૨ને રવિવારના રોજ મહેસાણા મુકામે રાખવામાં આવી હતી. મિટિંગની શરૂઆત બૌદ્ધ વંદના તેમજ દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકો તંત્રી / પત્રકારોએ પોતાનો પરિચય આપ્યો હતો, ત્યારબાદ રાજ્યસ્થાન મુકામે ઈન્દ્ર મેધવાલની હત્યાની અજાજ મિડીયા ટ્રસ્ટના કારોબારી સભ્યોની રૂબરૂ મુલાકાત કરી તેની ચર્ચા પ્રમુખ દ્વારા કરવામાં આવી રહી તેમજ શોકશ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ સંસ્થાના સભ્યોને એક્રીડિશન કાર્ડ, વીમો ક્રેડિટ સોસાયટી તેમજ દિલ્હી મુકામે રાષ્ટ્રપતિ ને મળીને પ્રત્રકારોની તમામ માંગણીઓ માટે રજુઆત કરવાની ચર્ચા કરાઈ હતી.




કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ઈશ્વર મકવાણા, પ્રમુખ દિનેશ પરમાર, ઉપ પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા, સંદીપ જ્યોતિકર, નરેશ મહેરિયા, સહમંત્રી વીણા દીપકર – મહેસાણા, દેવેન્દ્ર મકવાણા (પ્રમુખ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ), ગિરીશ એચ મકવાણા (સાંઈ ટ્રાવેલ્સ), વૉઇસ ઑફ ગાંધીનગરના તંત્રી બાબુભાઈ મેસરવાલા, મહેસાણા જાગૃતિ ના તંત્રી જ્યોત્સના પરમાર, વૉઈસ ઑફ રવિ ના તંત્રી ચંદ્રકાંત ચૌહાણ, પ્રવિણસોલંકી, આપણું ગુજરાતના રિપોર્ટર વિનોદ મકવાણા, પાટણથી રમેશ સોલંકી, પ્રકાશ ઝાલા, કે.આઈ.પટેલ તેમજ નામી – અનામી સૌ તંત્રી, પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું આયોજન ભીખાભાઇ એ. મકવાણા, વીણા એમ. દીપકર, દેવેન્દ્ર મકવાણા, ગિરીશ એચ. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભોજન દાતા વીણા એમ. દીપકર, દેવેન્દ્ર મકવાણા, ગિરીશ મકવાણા તેમજ ચા – પાણીના દાતા આપણું ગુજરાતના રિપોર્ટર વિનોદ મકવાણા તરફથી આયોજન કરાયું હતું.
દેવેન્દ્ર મકવાણા તરફથી સૌ મિત્રોનું ભીમ પટ્ટીથી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે આભારવિધિ પ્રવિણ સોલંકી દ્વારા કરાઈ હતી.

Related posts

વલસાડના ઉમરગામના દહાડ ગામે વિદ્યાર્થીનીની હત્યા

aapnugujarat

પશુપાલકોએ સાબર ડેરીના ચેરમેનને આવેદનપત્ર સોંપ્યું

aapnugujarat

બોડેલીના અલીપુરમાં નારાયણ હર્બલ્સ નેચરોથેપી પંચકર્મનું ઉદ્‌ઘાટન કરતાં સાંસદ ગીતા રાઠવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1