Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીને લઇ ગંદી રાજનીતિ શરૂ કરાઈ : હાર્દિકનો આક્ષેપ

હાર્દિક પટેલના એક યુવતી સાથેના વાયરલ થયેલા વીડિયોબોંબના ખળભળાટ બાદ હાર્દિક પટેલે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આમાં કંઇ નવું નથી કે ચિંતાનો વિષય નથી. મેં પહેલાં જ કહ્યું હતું કે, આવા મોર્ફ વીડિયો ફરતા થશે. ચૂંટણીને લઇ હવે ગંદી રાજનીતિની શરૂઆત થઇ ગઇ છે. નારી સન્માન સાથે ચેડા થઇ રહ્યા છે તે વાતનું દુઃખ છે. મને આવા વીડિયોથી કોઇ ફેર પડતો નથી. હું પણ હવે રીઢો પોલીટીશીયન છું. સમાજના હિત અને ન્યાય માટે લડવા નીકળ્યો છું. છાતી ઠોકીને કહું છું કે, ભાજપ સામે લડીશું. હાર્દિક પટેલે ભાજપ પર સીધુ નિશાન તાકતાં વધુમાં જણાવ્યું કે, હાર્દિકના પૂતળા સગળાવવામાં આવશે તેવા કમલમમાંથી આદેશ છે, મહિલાની જાસૂસી, હત્યા જેવા કામો આ લોકો કરે છે. વેબ પોર્ટલમાં પણ પહેલા આવી સ્ટોરી આવી ગઇ છે. સત્તા લાલસા માટે આ લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે. હું ખોટો હોઇશ તો, કાલથી લોકો મારી સભામાં નહી આવે. ભાજપે ૧૮૨ બેઠકો પૈકીની ૫૦ બેઠકો બચાવવા આ વીડિયો તૈયાર કર્યો છે અને વાયરલ કર્યો છે.
જેણે વીડિયો આપ્યો તે ભાજપમાં જોડાયો છે. હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું કે, અગાઉ પણ રાજનેતાઓથી માંડી મહાનુભાવોની આવી સીડીઓ આવી ગઇ છે, તેમાં કંઇ નવુ નથી. સંજય જોષી જયારે કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા ત્યારે આવો પ્રયાસ થયો જ હતો. તાજેતરમાં જ વિજય રૂપાણીએ એહમદ પટેલ પર હોસ્પિટલમાં આંતકી હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ કંઇ વળ્યું નહી એટલે હવે હાર્દિક પટેલને નિશાન બનાવી રહ્યા છે. પણ મને કોઇ ડર નથી, સમાજ અને રાજયના ભવિષ્ય માટે લડતો રહીશ.

Related posts

रथयात्रा रूट पर के २३२ मकान को नोटिस 

aapnugujarat

ભાજપના મહિલા મોરચાના અધિવેશનની તૈયારી

aapnugujarat

पीएम मोदी से मतभेद खत्म करने तोगड़िया की अपील 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1