Aapnu Gujarat
મનોરંજન

દેશની મ્યૂઝિક કંપનીઓ પર ઇડીનો સકંજો, આદિત્ય ચોપરા અને ભૂષણ કુમાર વિરૂદ્ધ સમન્સ

દેશની જાણીતી મ્યૂઝિક કંપનીઓ પર ઇડીએ સકંજો કસ્યો છે. પાછલા અઠવાડિયે આ કંપનીઓ પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. ત્યારે એવી ખબર આવી રહી છે કે આ કંપનીઓનાં માલિકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને તેમાં સૌથી ઉપર નામ આદિત્ય ચોપરા અને ભૂષણ કુમારનું છે. આદિત્ય ચોપરાને ઇડીએ ૮ નવેમ્બરે હાજર થવા સમન્સ પાઠવ્યું છે.
આ કંપનીઓ પર કરોડો રૂપિયાની મ્યૂઝિક રોયલ્ટીની હેરાફેરી કરવાનો આરોપ છે. જેની તપાસ ઇડી કરી રહી છે. આદિત્ય સિવાય સોની મ્યૂઝિકનાં વાઇસ પ્રેસિડેન્ટ શ્રીધર સુબ્રમણ્યમને પણ નોટિસ મોકલવામાં આવી છે. સાથે જ સારેગામાનાં એમડી વિક્રમ મેહરાની પણ પૂછપરછ કરવામાં આવી છે.
ઇડીએ આ વખતે દેશની મ્યૂઝીક કંપનીઓ પર સકંજો બોલાવ્યો છે જેને લઇ મ્યૂઝીક કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. તેમાંય આ સકંજાને લઇ સૌથી ટોપમાં આદિત્ય ચોપરાનું નામ સામે આવ્યું છે. જેથી આ મામલે આદિત્ય ચોપરા અને ભૂષણ કુમાર વિરૂદ્ધ સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Related posts

રણવીર અતરંગી કપડા અને લૂક્સને લઈને થયો ટ્રોલ

editor

માધુરી દીક્ષિતના એક નહીં અનેક હીરો હતા આશિક

aapnugujarat

शिल्पा शिंदे करेंगी सलमान की फिल्म से बॉलिवुड डेब्यू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1