Aapnu Gujarat
બિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : પરિણામો ઉપર નજર હશે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા કારોબાર દરમિયાન કેટલાક પરિબળોની અસર સીધી રીતે જોવા મળી શકે છે. જેમાં જીએસટી કાઉન્સિલની ગુવાહાટીમા મળનાર બેઠક, ત્રિમાસિક ગાળાના પરિણામો અને અન્ય પરિબળોની અસર જોવા મળી શકે છે. ફાયનાન્સિયલ પરિણામો ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. આના કારણે બજારની દિશા નક્કી કરવામાં આવી શકે છે. જે અગ્રણી કંપનીઓ દ્વારા તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં સિપ્લાનો પણ સમાવેશ થાય છે. તેના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. તાતા મોટર્સ, ઓરોબિન્દો ફાર્મા દ્વારા ગુરૂવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે એમએન્ડએમ અને એસબીઆઇ દ્વારા શુક્રવારે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કોલ ઇન્ડિયા તેમજ એલએન્ડટી ૧૧મી નવેમ્બરના દિવસે તેમના પરિણામ જાહેર કરનાર છે. આ તમામ કંપનીઓના પરિણામની શેરબજારમાં અસર રહેશે. બીજી બાજુ નાણાં પ્રધાન અરૂણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક નવમી અને ૧૦મી નવેમ્બરના દિવસે ગુવાહાટીમાં મળનાર છે. જેમાં સરકાર નાના કારોબારીઓ અને વેપારીઓને પડી રહેલી તકલીફોનો ઉકેલ લાવી શકે છે. વેપારીઓ માટે તેમાં ટેક્સ રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી ચુક્યા છે કે આગામી જીએસટીની બેઠકમાં નિર્ણયોને લઇને સર્વસંમતિ થઇ ગઇ છે. સરકાર દેશના અર્થતંત્રને મજબુત કરવા માટે અને કારોબારીઓને મદદ કરવા માટે તમામ પગલા લેશે. નિફ્ટી ઇન્ડેક્સ પર તમામની નજર રહેશે. આઇપીઓના કારોબાર અને વૈશ્વિક ઘટનાક્રમની સીધી અસર પણ જોવા મળનાર છે. સપ્ટેમ્બર મહિનામાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ ઓક્ટોબરમાં અમેરિકામાં જોબના આંકડા સારા રહ્યા છે. છેલ્લા મહિનામાં અર્થતંત્ર દ્વારા ૨૬૧૦૦૦ જોબ ઉમેરી દેવામાં આવ્યા છે. ક્રુડ ઓઇલની કિંમતની અસર પણ નજરે પડનાર છે. હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવાના મોદી સરકારના નિર્ણય બાદ તેની અસર આવનાર દિવસોમાં બજારમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત ૬.૯ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમને લઇને શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી રહી હતી. આ તેજી હજુ અકબંધ રહે તેવી શક્યતા છે. ત્રિમાસિક ગાળામાં કંપનીઓના સારા પરિણામ અને વૈશ્વિક બજારોમાં તેજીને લઇને પણ શેરબજારમાં અસર થઇ હતી. આવતીકાલેે શરૂ થતાં કારોબાર દરમિયાન છ જુદા જુદા પરિબળોની અસર શેરબજાર ઉપર જોવા મળી શકે છે. તેજીના સંકેત છે.છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૫૨૮ પોઇન્ટનો સુધારો થયો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૧૨૯ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

Related posts

शेयर बाजार में बढ़त, सेंसेक्स 147 अंक बढ़ा और निफ्टी 11105 पर बंद

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : છ પરિબળોની અસર થશે

aapnugujarat

विदेशी बाजारों में तेजी से सेंसेक्स-निफ्टी भी बढ़त के साथ बंद हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1