Aapnu Gujarat
બિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં તીવ્ર તેજી રહે તેવા સંકેત : છ પરિબળોની અસર થશે

મુશ્કેલીનો સામનો કરી રહેલા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવાના મોદી સરકારના નિર્ણય બાદ તેની અસર આવનાર દિવસોમાં બજારમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત ૬.૯ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમને લઇને શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી રહી હતી. આ તેજી હજુ અકબંધ રહે તેવી શક્યતા છે. પીએસયુ બેંકોના શેર તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેરમાં તીવ્ર તેજી જોવા મળી હતી જેથી ઇક્વિટી બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી લાઇફટાઈમ ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. ત્રિમાસિક ગાળામાં કંપનીઓના સારા પરિણામ અને વૈશ્વિક બજારોમાં તેજીને લઇને પણ શેરબજારમાં અસર થઇ હતી. બીએસઈ સેંસેક્સ છેલ્લા સપ્તાહમાં બે ટકા ઉછળીને ૩૩૦૦૦થી ઉપર પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી ૧.૩૫ ટકા ઉછળીને ૧૦૩૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીથી ઉપર રહ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે કોર્પોરેટ પરિણામો આગામી સપ્તાહમાં પણ જારી થનાર છે. એચડીએફસી, ભારતી ઇન્ફ્રા, લ્યુપિન અને તાતા સ્ટીલ દ્વારા આવતીકાલે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જ્યારે ભારતી અને ડો. રેડ્ડી દ્વારા મંગળવારના દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. હિરોમોટો અન ટેક મહિન્દ્રા દ્વારા બુધવારના દિવસે પરિણામ જાહેર કરાશે. પાવરગ્રીડ કોર્પોરેશન અને વેદાંતા દ્વારા ગુરુવારના દિવસે તથા હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી તથા તાતા પાવર ત્રીજી નવેમ્બરના દિવસે પોતાના પરિણામ જાહેર કરનાર છે. ફેડરલ ઓપન માર્કેટની બેઠક પહેલી-બીજી નવેમ્બરના દિવસે મળનાર છે. આગામી પોલિસી સમીક્ષા માટે આ મિટિંગ યોજાનાર છે જેમાં વ્યાજદર યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. બીજી બાજુ વ્હાઇટ હાઉસ દ્વારા આગામી સપ્તાહમાં યુએસ ચેર માટે ડોનાલ્ડ ટ્રમ્પના નોમિની જાહેરાત પણ કરવામાં આવનાર છે. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક પણ મળનાર છે જેમાં બેંક રેટને ૦.૫ ટકા સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે. ઓટો કંપનીઓ પણ આગામી સપ્તાહમાં તેજીમાં રહી શકે છે. કારણ કે, પહેલી નવેમ્બરથી ઓક્ટોબર મહિના માટે વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. માર્કેટના અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ બુધવારના દિવસે ઓક્ટોબર મહિનામાં ભારતના મેન્યુરફેક્ચરિંગ સેક્ટરના દેખાવના સંદર્ભમાં માસિક સર્વેના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આના ઉપર પણ તમામની નજર રહેશે. આવી જ રીતે ઓક્ટોબરમાં ભારતના સર્વિસ સેક્ટરમાં દેખાવને લઇને પરિણામ જાહેર કરાશે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં સાપ્તાહિકરીતે ૭૬૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જે જાન્યુઆરી બાદથી શ્રેષ્ઠ સાપ્તાહિક ઉછાળો નોંધાયો હતો. આવતીકાલેે શરૂ થતાં કારોબાર દરમિયાન છ જુદા જુદા પરિબળોની અસર શેરબજાર ઉપર જોવા મળી શકે છે. તેજીના સંકેત છે.

Related posts

FPI ने वित्तमंत्री से सरचार्ज वापस लेने की मांग करते हुए निवेश को लेकर कही बड़ी बात

aapnugujarat

કોરોનાએ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની કમર તોડી

editor

नीरव मोदी की बैंकरप्सी फाइलिंग से खुल सकती है पोल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1