Aapnu Gujarat
ગુજરાત

ભારતમાં બનશે એફિલ ટાવર કરતાં પણ ઉંચો બ્રિજ

જમ્મુ-કશ્મીરમાં ચેનાબ નદી ઉપર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ બનવા જઇ રહ્યો છે. કે જે અંતિમ ચરણમાં છે. ૫ નવેમ્બરે આ પુલ ઉપર ૪૭ મીટર લાંબો આર્ક લગાવવાનું કામ શરૂ થશે. ૨૩ ટન વજન ધરાવતા આર્કને લગાવવા માટે દુનિયાની સૌથી મોટી કેબલ ક્રેન લગાવવામાં આવશે. આ પ્રથમ એવો મોકો છે કે જ્યારે દેશનાં કોઇ બ્રીજને બનાવવા દુનિયાની સૌથી મોટી ક્રેન લગાવવામાં આવશે.રેલ્વે અધિકારીઓનું માનીએ તો આ પુલ દિલ્હીનાં કુતુબમિનારથી ૫ ગણો વધારે ઊંચો હશે. એટલું જ નહીં પેરિસનાં એફિલ ટાવરથી પણ વધારે આની ઊંચાઇ હશે. આ પુલ બારામુલાને ઉધમપુર-કટરા-કાજીગંદનાં જમ્મુનાં માર્ગથી જોડશે. આ પુલ પર થઇને બારામુલાથી જમ્મુ સુધીનો રસ્તો અંદાજે સાડા છ કલાકમાં પાર કરી શકશો. કે હાલમાં આ રસ્તો પાર કરતા તેનાંથી બે ગણો (૧૩ કલાક) સમય વધારે જશે.આ પુલને બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીનાં પ્રધાનમંત્રીનાં સમયગાળામાં ૨૦૦૨માં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૦૮માં આ કામને અસુરક્ષિત કરાર જાહેર કરતા આ કામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જો કે ૨૦૧૦માં પુલનું કામ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પુલને હવે નેશનલ પ્રોજેક્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પુલની આસપાસ ૨૫૦ કિ.મીનાં રસ્તાનું નિર્માણ પણ રેલ્વે વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે. આ રસ્તા પર લગભગ ૨ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

Related posts

राज्य के सभी जिला कलक्टरों के ट्‌वीटर हेन्डर कार्यरत हुए

aapnugujarat

બેટ દ્વારિકા, પિરોટન – શિયાળ બેટ ટાપુને પ્રવાસનાં હોટસ્પોટ તરીકે વિકસાવાશે

editor

રસ્તાઓના રિસરફેસીંગ-રિપેરીંગ માટે સરકાર ખર્ચશે ૧૬૦ કરોડ રૂપિયા

editor

Leave a Comment

UA-96247877-1