Aapnu Gujarat
બ્લોગ

ઇત્તેફાક : જાદુ જગાવશે કે નહીં એ દર્શકો નક્કી કરશે

આજે રિલીઝ થનારી ફિલ્મ ’ઇત્તેફાક’ થ્રિલર ફિલ્મ છે. સોનાક્ષી સિન્હા, સિધ્ધાર્થ મલ્હોત્રા અને અક્ષય ખન્ના પહેલી જ વખત સાથે કામ કરી રહ્યા છે. અક્ષયને ખાસ રોલ માટે પસંદ કરાયો છે જે તેના માટે ખુબ જ ખાસ બની રહેશે. ૧૯૬૯માં આવેલી ઇત્તેફાકની આ રિમેક છે. અગાઉની ફિલ્મના નિર્દેશક યશ ચોપડા હતાં જેમાં રાજેશ ખન્ના, ઇફતેખાર અને નંદાની મુખ્ય ભૂમિકા હતી.
રિમેકમાં રાજેશ ખન્નાની જગ્યાએ સિધ્ધાર્થ, નંદાની જગ્યાએ સોનાક્ષી અને પોલીસ અધિકારી ઇફેતખારની જગ્યાએ અક્ષય ખન્નાને લેવાયા છે. સિધ્ધાર્થની કારકિર્દીની આ બીજી ફિલ્મ છે! કેમ કે સ્ટુડન્ટ ઓફ ધ યર પછી તેણે બીજી ફિલ્મ તરીકે આ ફિલ્મ સાઇન કરી હતી. આ ફિલ્મમાં એક પણ ગીત નથી. બ્રેકગ્રાઉન્ડ સોંગ હશે. નમક હલાલના ગીત રાત બાકી બાત બાકી…ને પ્રમોશન સોંગ તરીકે લેવાયું છે.
પચાસ દિવસમાં જ આ ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લેવાયું હતું. નિર્માતા કરણ જોહર અને શાહરૂખ ખાન તથા બી.આર. સ્ટુડિયો છે.સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય ખન્ના અને સોનાક્ષી સિંહાની ‘ઇત્તફાક’માં શાહરુખ ખાનને કામ કરવું હતું, પરંતુ તેના બિઝી શેડ્યુલને કારણે તે નહોતો કરી શક્યો.સોમવારે રાતે ‘ઇત્તફાક’ની પ્રેસ-કૉન્ફરન્સમાં શાહરુખે કહ્યું હતું કે ‘મારે ઍક્ટર તરીકે ‘ઇત્તફાક’માં કામ કરવું હતું, પરંતુ હું સમયને મૅનેજ નહોતો કરી શક્યો. હું એ સમયે ‘રઈસ’ અને ‘ફૅન’નું શૂટિંગ કરી રહ્યો હોવાથી ફિઝિકલી એ ખૂબ જ ચૅલેન્જિંગ હતું.
જોકે ડિરેક્ટર અભય ચોપડાએ જે રીતે સ્ક્રિપ્ટને રજૂ કરી છે એનાથી હું ખૂબ જ ખુશ હતો. તેણે ખૂબ જ સારી રીતે ફિલ્મને આજના સમયને અનુરૂપ બનાવી છે. ફિલ્મની રિલીઝ બાદ લોકો એને પસંદ કરે એવી હું આશા રાખી રહ્યો છું.’શાહરુખ ખાનને જે પાત્ર ભજવવું હતું એ ત્યાર બાદ અક્ષય ખન્નાને ઑફર કરવામાં આવ્યું હતું. શાહરુખને ઍક્ટર તરીકે ફિલ્મ ન કરી શકવાનું દુખ છે, પરંતુ પ્રોડ્યુસર તરીકે ફિલ્મનો એક ભાગ હોવાની તેને ખુશી પણ છે.આ ફિલ્મમાં કામ કરનાર સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે તેના પપ્પા શત્રુધ્ન સિંહાને સૌથી પહેલાં ૧૯૬૯ માં આવેલી ઇતેફાક ઓફર કરવામાં આવી હતી. જો કે સ્વર્ગસ્થ યશ ચોપડાના ડિરેકશનની ફિલ્મમાં ત્યારબાદ રાજેશ ખન્નાને પસંદ કરવામાં આવ્યા હતા. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષી કહે છે, મારા પપ્પાને ઓરિજિનલ ઇતફાક ઓફર કરવામાં આવી હતી અને હવે એ ફિલ્મની રીમેકમાં હું કામ કરી રહી છું. મારા માટે આ ખૂબ જ મોટી વાત છે. મને લાગે છે કે લાઇફ એક સર્કલ જેવી છે અને એથી જ આ ફિલ્મ માટે ઓફર થઇ છે. બોલીવુડમાં સોનાક્ષીની ગુડ ગર્લની ઇમેજ છે અને એ ઇમેજથી અલગ ફિલ્મ ઓફર થતાં તે ખુબ જ ખુશ છે. એ વિશે સોનાક્ષી કહે છે, હિંદી સિનેમાની ગુડ ગર્લ તરીકેની મારી ઇમેજ હોવાથી હું ખુબ જ દુઃખી છું. મારી બે બાજુ છે અને એ માટે જ મને આ ફિલ્મ ખુબ જ પસંદ પડી છે. એક મુલાકાત દરમિયાન સિદ્ધાર્થે ફિલ્મ વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇત્તેફાક રાજેશ ખન્નાની ફિલ્મનું રૂપાંતર છે અને કોઇપણ જાતની રિમેક ફિલ્મ નથી. આ ફિલ્મ તેનાથી થોડી અલગ જ હશે. ફિલ્મમાં પહેલીવાર સિદ્ધાર્થ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાનો છે.
દિવંગત અભિનેતા રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ ઇત્તેફાક વર્ષ ૧૯૬૯માં રિલીઝ થઇ હતી. નવી ઇત્તેફાકમાં પણ મર્ડર મિસ્ટ્રી જ છે. આ ફિલ્મ તેનાથી થોડી અને આજના સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાની વાત અભિનેતાએ જણાવી હતી. વર્ષ ૧૯૬૯માં બનેલી ફિલ્મનું દિગ્દર્શન યશ ચોપરાએ કર્યુ હતું અને બી આર ચોપરાએ ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. સિદ્ધાર્થ, સોનાક્ષી ઉપરાંત ફિલ્મમાં અક્ષય ખન્ના પણ છે. અક્ષય છેલ્લે ફિલ્મ ઢિશૂમમાં નકારાત્મક કિરદારમાં જોવા મળ્યો હતો.સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર સિદ્ધાર્થ મલહોત્રા પાસે કેટલીક સારી ફિલ્મો આવી રહી છે. હવે તે ઇત્તેફાક નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ વર્ષ ૧૯૬૯માં રજૂ કરવામાં આવેલી ફિલ્મન રીમેક ફિલ્મ નથી. પરંતુ તે તેના આધાર પર બનાવવામાં આવી છે. વર્ષ ૧૯૬૯માં જે ફિલ્મ આવી હતી તેમાં રાજેશ ખન્ના અને નંદાની ભૂમિકા હતી. તે મર્ડર રહસ્ય પર આધારિત હતી. તેનુ કહેવુ છે કે ઇત્તેફાક પણ મર્ડર રહસ્ય ફિલ્મ જુનીની જેમ જ છે પરંતુ આ ફિલ્મ જુની ફિલ્મની રીમેક નથી. આજના સમયને ધ્યાનમા લઇને તે ફિલ્મમાં કેટલીક નવી ચીજો ઉમેરી દેવામાં આવી છે પરંતુ તે રીમેક ફિલ્મ નથી. બાર બાર દેખો ફિલ્મની અભિનેતા સિદ્ધાર્થે ફિલ્મને લઇને વધારે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. તેનુ કહેવુ છે કે રહસ્યમ ફિલ્મ અંગે છેલ્લે સુધી રહસ્ય રહે તે જરૃરી છે. વર્ષ ૧૯૬૯માં રજૂ કરવામાં આવેલી ફિલ્મના નિર્દેશક તરીકે સ્વર્ગસ્થ યશ ચોપડા હતા. જ્યારે નિર્માતા સ્વર્ગસ્થ બીઆર ચોપડા હતા. એસઆરકેની રેડ ચિલી એન્ટરટેઇનંમેન્ટ અને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા સંયુક્ત રીતે ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને અક્ષય ખન્ના પણ મુખ્ય અને મોટા રોલમાં છે. આ ઉપરાત સિદ્ધાર્થ હાલમાં જેકલીન સાથે રિલોડ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમા ંતેની સાથે જેકલીન નજરે પડનાર છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ છે. સિદ્ધાર્થ મલહોત્રાએ માહિતી આપતા કહ્યુ છે કે કરણ જોહરને તે ગુરૃ તરીકે ગણે છે. તેના આલિયા ભટ્ટની સાથે સંબંધોને લઇને હમેંશા ચર્ચા રહી છે. આલિયા ભટ્ટ સાથે તે પ્રેમમાં હોવાના હેવાલ પહેલા પણ કેટલીક વખત આપવામાં આવ્યા છે. ’આરાધના’ની જાલિમ સફળતા પહેલાં એક ફિલ્મ આવેલી ’ઇત્તેફાક’. એ ફિલ્મ યશ ચોપડાએ માત્ર એક મહિનામાં બનાવેલી કારણ કે ત્યારે પ્રવીણ જોષી દિગ્દર્શિત ’ધુમ્મસ’ નામનું થ્રિલર નાટક સુપરહિટ હતું. એ નાટકમાં શર્મન જોષીના પિતા અને ગુજરાતીના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોષીએ મેઇન રોલ કરેલો. એ જ રોલ રાજેશ ખન્નાએ ’ઇત્તેફાક’માં કર્યો અને ફિલ્મ હિટ થઈ. ફિલ્મ ’ધુમ્મસ’ નાટકની સ્ક્રિપ્ટ પર જ બનેલી અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ નાટક વારંવાર જોવા જતા અને ફિલ્મના સેટ પર પણ અરવિંદ જોષી જઈને રાજેશ ખન્નાને ટ્રેઇન કરતા રાજેશ ખન્નાએ બીજા કોઈપણ સ્ટાર કરતાં વધારે પ્રયોગો કરેલા, રિસ્ક ઉઠાવેલા. એમણે ’હાથી મેરે સાથી’ની સાથોસાથ ’આવિષ્કાર’, ’અનુભવ’ જેવી આર્ટ ફિલ્મો પણ કરેલી. જેમ કે ’ઇત્તેફાક’માં એક પણ ગીત નહોતું અને માત્ર એક જ સેટ પર બનેલી. માત્ર વાર્તા અને ખન્નાની અદાઓ પર ફિલ્મ ચાલેલી અને એ પણ ત્યારે કે જ્યારે એ નવા હતા.
’બાવર્ચી’ ફિલ્મ વખતે રાજેશ ખન્ના સુપરસ્ટાર હોવા છતાં એમણે એ હિરોઈન વિનાની ફિલ્મ કરેલી અનેક છોકરીઓ એમની રોમેન્ટિક ઇમેજ પાછળ પાગલ હતી છતાંય રાજેશ ખન્નાએ હાફ ચડ્ડી પહેરેલા રસોઈયાની ભૂમિકા ભજવેલી. ’આનંદ’માં પણ કોઈ જ રોમાન્સ કે હિરોઈન વિના એમણે ત્રણ ઝભ્ભા-લેંઘામાં ફિલ્મ કરેલી. આનું શ્રેય જાય છે, મુંબઈ રંગભૂમિના સંસ્કારોને.

Related posts

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે

aapnugujarat

બકાના ગતકડાં : વ્રતનું જાગરણ

editor

भारत धृतराष्ट्र क्यों बना हुआ है ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1