Aapnu Gujarat
બિઝનેસ

કારોબારની દૃષ્ટિએ સરળ દેશોની યાદીમાં ભારતને ટોપ ૫૦માં સામેલ કરાશે

કારોબાર કરવાની દ્રષ્ટિએ સરળ દેશોની યાદીમાં ભારતને ૩૦ સ્થાનનો સુધારો કરીને આગળ લાવવામાં આવ્યા બાદ હવે ૨૦૦ સુધારા મારફતે ભારતને ટોપ ૫૦ દેશોમાં લાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.મળેલી માહિતી મુજબ મોદી સરકાર હવે ટોપ ૫૦ની તૈયારીમાં લાગી ગઈ છે. મંગળવારના દિવસે વર્લ્ડ બેંક તરફથી જારી કરવામાં આવેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિંગમાં ભારતને ૧૦૦માં સ્થાને લાવવામાં સફળતા મળવાની વાત કરવામાં આવ્યા બાદ મોદી સરકાર હવે ભારતને ટોપ ૫૦ દેશોમાં લાવવાની યોજના ધરાવે છે. ભારત ગયા વર્ષે ૧૩૦માં સ્થાન ઉપર હતું. હવે ૧૦૦માં સ્થાને છે. ડિપોર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનના સચિવ રમેશ અભિષેકે કહ્યું છે કે, સરકાર ૨૦૦ એવા સુધારા લાવવાની વાત કરી ચુકી છે જેના મારફતે ભારત વર્લ્ડ બેંકની ટોપ ૫૦ દેશોની યાદીમાં સામેલ થઇ જશે. કન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમન બહાર અભિષેકે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે આ વર્ષે પહેલાથી જ ૧૨૨ સુધારા અમલી કરી ચુક્યા છે. તેમને ઓળખ અપાવવા માટે અમે વર્લ્ડ બેંકની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ વર્ષે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દ્રષ્ટિથી અમે આશરે ૯૦ સુધારા લાગૂ કરવા જઇ રહ્યા છે. અન્ય કાયદાઓને દૂર કરવામાં આવી ચુક્યા છે. ભારતની રેંકિંગમાં સુધારો લાવવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, હાલમાં જ હાથ ધરવામાં આવેલા સુધારાઓના લીધે સ્થિતિ મજબૂત બની રહી છે. ભારત કેટલાક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોપ ૧૦ દેશોમાં સામેલ છે. રમેશ અભિષેકે કહ્યું છે કે, વર્લ્ડ બેંકની રેંકિંગમાં ૩૦ સ્થાનમાં એક સાથે સુધારો ખુબ જ મોટી બાબત છે. અમારો હેતુ ટોપ ૫૦ દેશોમાં સામેલ થવાનો છે.

Related posts

જુન મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ

aapnugujarat

કંપનીના ચેરમેનનું પદ છોડવાનો અફસોસ છે : નારાયણ મૂર્તિ

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીમાંથી ૩૦૮૫ કરોડ ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1