Aapnu Gujarat
ગુજરાત

અનામત મુદ્દે કોંગ્રેસ સાથે વધુ મંત્રણા કરાશે : હાર્દિક

કોંગ્રેસ અને પાસના નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પાસની ચાર માંગણીઓ સ્વીકારાયા બાદ માત્ર અનામત મુદ્દે વાત અધૂરી રહી હોવાના ડેવલપમેન્ટ બાદ પાસના યુવા નેતા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ સાથેની બેઠકને સકારાત્મક ગણાવી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે વલણ સ્પષ્ટ કર્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં અનામતના મુદ્દે કોંગ્રેસની સાથે ચર્ચાની શકયતા છે. કોંગ્રેસ સત્તામાં નથી છતાં અમારી વાત સાંભળી અને મહ્‌દઅંશે માંગણીઓ તો સ્વીકારી. પરંતુ ભાજપે તો અમારી વાત સાંભળી જ નથી, ભાજપ બધાને બેવકૂફ બનાવી રહી છે. ભાજપ ગુજરાતની પ્રજાને મૂર્ખ ગણે છે પરંતુ ભાજપને ખબર નથી કે, ગુજરાતની પ્રજા શાણી છે, તે વિધાનસભા ચૂંટણીમાં સામાજિક અને રાજનૈતિક પરિવર્તન લાવી જવાબ આપશે. કોંગ્રેસે તેનું વલણ સ્પષ્ટ કરતાં અને આજની બેઠક હકારાત્મક રહેતા તા.૩જી નવેમ્બરના રાહુલ ગાંધીના કાર્યક્રમનો વિરોધ કરવાનું મોકૂફ રખાયું છે તેવી જાહેરાત કરતાં હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદારો પર અત્યાચારના મામલે સીટની રચના અને કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી, રાજદ્રોહ સહિતના તમામ કેસો પાછા ખેંચાય, આંદોલન દરમ્યાન શહીદ થયેલા લોકોના પરિવારજનોને રૂ.૩૫ લાખ સુધીનું વળતર અને તેમના આશ્રિતને સરકારી નોકરી અને વૈધાનિક રીતે સવર્ણ આયોગની રચના એ ચાર માંગણીઓ કોંગ્રેસે સ્વીકારી લીધી છે પરંતુ અનામત મુદ્દે હજુ મામલો સ્પષ્ટ થયો નથી. કારણ કે, તેમાં બંધારણીય અને ટેકનીકલ મુદ્દો સામેલ છે. અમે કોંગ્રેસને બે-ત્રણ દિવસમાં યુપીએ ગવર્નમેન્ટના નિષ્ણાત વકીલો કે બંધારણીયવિદોની સલાહ-માર્ગદર્શન લઇ આ મામલે વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. હાર્દિકે તા.૭મી નવેમ્બર સુધી કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ પાટીદાર સમાજની અનામતની માંગણી સંતોષશે તો તેને ટેકો જાહેર કરવાની પણ હાર્દિકે તૈયાર બતાવી હતી. હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપે અત્યારસુધી માત્ર વાતો જ કરી છે. અમે અનામત માંગીએ છીએ, ભીખ નહી.અનામત મુદ્દે પાટીદારોને ગુમરાહ કરવાની ભાજપની ચાલ છે. અમે અમારો અધિકાર માંગ્યો ને ભાજપે પાટીદારોને ગોળીઓ અને લાઠીઓ આપી. ભાજપે કયારેય પાટીદારો સાથે તેમના હિતની કે અધિકારોની રક્ષાની વાત નથી કરી, ઉલ્ટાનું ધમકીઓ આપે છે. હવે ચૂંટણી ટાણે તો ભાજપ રીતસરની દાદાગીરી પર ઉતરી આવ્યું છે. આવા અંહકારીઓ સાથે તો હવે બેસવું જ નથી. ભાજપે લોકોનો ભાજી-મૂળાની જેમ ઉપયોગ કર્યો છે, જયારે જરૂર પડી ત્યારે લોકોને મરાવી નાંખ્યા છે પરંતુ હું ભાજપને કહેવા માંગુ છું કે, ગુજરાતની પ્રજાને મૂર્ખ ના બનાવશો કારણ કે, ગુજરાતની પ્રજા ખૂબ શાણી અને સમજુ પ્રજા છે, જે સામાજિક અને રાજનૈતિક પરિવર્તન કરી આગામી ચૂંટણીમાં તમને જવાબ આપશે.

Related posts

शंकरसिंह वाघेला एक सप्ताह के वेकेशन पर रवाना

aapnugujarat

કંગના રાણાવતે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું

aapnugujarat

કડીમાં પાર્કિંગ બાબતે બબાલ : પિતા – પુત્ર ઘાયલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1