Aapnu Gujarat
ગુજરાત

પોલીસના પ્રશ્નોને લઇ ૨જીએ જીએમડીસી ગ્રાઉન્ડ પર બેઠક

ગુજરાત રાજયમાં પોલીસ કર્મચારીઓથી લઇ અધિકારીઓ અને જવાનોના થઇ રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય શોષણને લઇ વિધાનસભા ચૂંટણી ટાણે મામલો ગરમાયો છે. ગુજરાત પોલીસ પરિષદ પોલીસના શોષણ સામે મેદાનમાં આવી છે. તા.૨જી નવેમ્બરે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસના પ્રશ્નોને લઇ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પોલીસના તમામ જવાનોને સ્વયંભુ જોડાવા ગુજરાત પોલીસ પરિષદના પ્રમુખ મુકેશ પરીખે આહ્વાહન કર્યું છે. ગુજરાત પોલીસના તમામ જવાનોને સરકાર અને સમાજનું ધ્યાન દોરવા માટે શાંતિમય અને શિસ્તબધ્ધ રીતે બ્લેક રીબીન પહેરી પ્રયોગ કરશે. પોતાના પ્રાણની પરવા કર્યા વિના, પરિવારની ચિંતા બાજુએ મૂકી કર્તવ્ય નિષ્ઠા અને ફરજપાલનને સર્વોચ્ચ અગ્રીમતા આપતા પોલીસ જવાનોને સલામ કરતાં ગુજરાત પોલીસ પરિષદના પ્રમુખ મુકેશ પરીખ અને મંત્રી હર્ષદ ઠક્કરે જણાવ્યું હતું કે, વર્ષોથી પોલીસ જવાનો અને કર્મચારીઓ-અધિકારીઓનું અમાનવીય રીતે શોષણ થઇ રહ્યું છે. ખુદ સરકાર જ ઇચ્છતી નથી કે, પોલીસનું કોઇ યુનિયન કે સંગઠન હોય. પોલીસ જવાનોનું એસોસીએશન કે સંગઠન એ તમામ સરકારો માટે માથાના દુઃખાવા સમાન છે. સરકાર પોલીસ યુનિયનના નામથી જ ભડકે છે. દેશના તમામ રાજયોમાં પોલીસ એસોસીએશનની વિધિવત્‌ કાયદેસરતાની માન્યતા આપવામાં પશ્ચિમ બંગાળ મોખરે છે. પશ્ચિમ બંગાળમાં પોલીસ એસોસીએશન વર્ષોથી કાર્યરત છે. ગુજરાતમાં સને ૧૯૭૯થી પોલીસ આંદોલનનો પ્રારંભ થયો હતો. ગુજરાત પોલીસ પરિષદના પ્રમુખ મુકેશ પરીખના નેજા હેઠળ પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારના સભ્યોને સંગઠિત કરી વ્યાપક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. ઉગ્ર માંગણી બાદ ગુજરાતની તત્કાલીન જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલ અને ગૃહમંત્રી પોપટલાલ વ્યાસે પોલીસના એસોસીએશનને કાયદેસરતા બક્ષી હતી. પરંતુ બાદમાં ૧૯૮૭માં અમરસિંહ ચૌધરીની તત્કાલીન સરકારે પોલીસ આંદોલનના ભયથી સરકારી માન્યતા પાછી ખેંચી લીધી હતી. ગુજરાત પોલીસના બેડામાંથી સૌપ્રથમ પીએસઆઇ એ.આર.સિંગ આગળ આવ્યા હતા અને તેમણે જબરદસ્ત લડત ઉપાડી હતી. એસો.ના સર્વપ્રથમ પ્રમુખ તરીકે તેમની વરણી થઇ હતી. આજે પોલીસ યુનિયન કે એસોસીએશનની સ્થિતિ વિખેરેલી કે અસંગઠિત જેવી હોઇ પોલીસ જવાનો-કર્મચારીઓ અને પોલીસ પરિવારનો સભ્યોના પ્રશ્નો વર્ષોથી વણઉકલ્યા પડી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, પોલીસ પરિવારોને સરકારી મકાન, હાઉસીંગની સમસ્યા ઉકેલવા., નોકરીના કલાકો આઠ કલાક નક્કી કરવા, સાતમા પગારપંચના લાભ, ઓર્ડલી પ્રથા નાબૂદ કરવી, પોલીસ વેલ્ફેર ફંડમાં રૂ.૧૨૫ કરોડ જમા કરાવવા, બદલી અને બઢતીના પ્રશ્નો ઉકેલવા, ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર પોલીસના સંતાનોને સરકારી નોકરી આપવી સહિતની પોલીસની મુખ્ય માંગણીઓ છે, જે ઉકેલવા માટે હવે પોલીસ પરિષદ આગામી દિવસોમાં પોલીસને ન્યાય અપાવવાની લડત ઉગ્ર અને વેગવંતી બનાવશે. જેના ભાગરૂપે ૨જીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

AHMEDABAD : જીવરાજપાર્કની ભાલેશ્વર સોસાયટીમાં રહેતાં શખ્સ વ્યાજખોરોનાં ત્રાસથી જીવન ટૂંકાવ્યું

aapnugujarat

મહિલા અને બાળ વિકાસ માટે કુલ ૩૫૧૧ કરોડની જોગવાઇ

editor

गुजरात राज्यसभा चुनाव से पहले BJP के दोनों उम्मीदवार निर्विरोध चुने गए

editor

Leave a Comment

UA-96247877-1