Aapnu Gujarat
રાષ્ટ્રીય

જેટની ફલાઇટના ટોયલેટથી મળેલી ચિઠ્ઠી પગલે દોડધામ

મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફલાઇટના ટોયલેટમાંથી અપહરણકર્તાઓ વિસ્ફોટકો સાથે ફલાઇટમાં ઘૂસી ગયા છે અને તેને હાઇજેક કરવાના છે એ મતલબનું લખાણ લખેલી ચિઠ્ઠી મળતાં એરપોર્ટ તંત્રથી માંડી સુરક્ષા એજન્સીઓ અને પોલીસતંત્રમાં મોડી રાત્રે ભારે દોડધામ મચી ગઇ હતી. મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની આ ફલાઇટનું રાત્રે જ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું અને ડોગ સ્કવોડ, બોંબ સ્કવોડની મદદથી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ અને ચેંકીગ હાથ ધરાયુ હતું. જો કે, ચિઠ્ઠીમાં લખેલી આખીયે વાત બોગસ અને અફવા સાબિત થઇ હતી. બીજીબાજુ, પોલીસે આવી ગંદી ટીખળ કરનાર ટીખળખોરને ભારે જહેમત બાદ ઝડપી લીધો હતો. જે મુંબઇનો રહેવાસી વેપારી છે અને તેણે તેની મહિલામિત્રને સબક શીખવાડવા માટે આ ચિઠ્ઠી લખી હોવાની વાત સામે આવી હતી. પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફલાઇટ નંબર-૯ડબલ્યુ૩૩૯ ના પાયલટે રાત્રે ૩-૩૮ મિનિટે સુરક્ષા એજન્સીઓને જાણ કરી કે, સંદેશો મળ્યો છે કે આ ફલાઇટમાં અપહરણકર્તાઓ વિસ્ફોટકો સાથે ઘૂસી ગયા છે અને તેથી અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડે તેમ છે. એરપોર્ટ ઓથોરીટીએ તાત્કાલિક મંજૂરી આપી ફલાઇટને ૩-૪૮મિનિટે ફલાઇટનું એરપોર્ટ પર લેન્ડીંગ કરાવ્યું હતું. આ ફલાઇટમાં ૧૧૬ પ્રવાસીઓ હતા અને પાયલટ સહિત ૯ ક્રુ મેમ્બર હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફલાઇટના ટોયલેટમાંથી આવું લખાણ લખેલી ચિઠ્ઠી મળી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, ક્રાઇમબ્રાંચ, એટીએસ, બોંબ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઇ હતી. એરપોર્ટ સીકયુરીટી એજન્સી અને સીઆઇએસએફના જવાનો પણ તપાસ કામગીરીમાં જોડાયા હતા. બેથી અઢી કલાકના સઘન ચેકીંગ બાદ ફલાઇટમાં કોઇ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી, જેથી ચિઠ્ઠીમાં લખેલી આખીયે વાત બોગસ અને અફવા સાબિત થઇ હતી. બીજીબાજુ, આ પ્રકારની ટીખળ કરી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ કરી નાંખનાર ટીખળખોરની પોલીસે મુંબઇથી ધરપકડ કરી લીધી હતી. ટીખળ કરનાર વેપારી મુંબઇનો રહેવાસી છે અને તેણે પોતાની મહિલામિત્રને સબક શીખવાડવાના ઇરાદાથી આવુ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી.

Related posts

હોઠ પર કીસ કરવી એ અકુદરતી ગુનો નથી : Bombay High Court

aapnugujarat

આયુષ્યમાન યોજના : ૧૧ કરોડ કાર્ડ જારી કરવા તૈયારી

aapnugujarat

गृहमंत्री अमित शाह ने दिल्ली-कटरा वंदे भारत एक्सप्रेस को दिखाई हरीझंडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1