Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટી દરોમાં ફેરફારની જરૂર છે : સ્થિર થવામાં સમય લાગી શકે

દેશમાં મોટા આર્થિક સુધારા જીએસટીને સંપૂર્ણપણે અમલી કરી દેવામાં આવ્યા બાદ હવે ટેક્સ રેટમાં ફેરફાર કરવાની જરૂર દેખાઈ રહી છે. મહેસુલી સચિવ હસમુખ અઢિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જીએસટીના દરમાં ફેરફારની જરૂર દેખાઈ રહી છે. તેમણે કહ્યું છે કે, ટેક્સ રેટમાં ફેરફાર કરીને નાના અને મધ્યમ કદના કારોબારીઓને ટેક્સના બોજમાંથી રાહત આપી શકાય છે. તેમનું કહેવું છે કે, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા ડઝન જેટલા કેન્દ્રીય અને અન્ય કરવેરાને ખતમ કરનાર જીએસટીને સ્થિર થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. એટલે કે આને સમજવામાં આને સરળતામાં હજુ સમય લાગી શકે છે. ચાર મહિના પહેલા અમલી કરવામાં આવી રહેલા જીએસટીમાં હજુ પણ અનેક સમસ્યાઓ આવી રહી છે. કેટલીક ફરિયાદો ઉઠી રહી છે. જીએસટી ઉપર નિર્ણય લેનાર સર્વોચ્ચ સંસ્થા જીએસટી કાઉન્સિલ હાલમાં આ સમસ્યાઓને દૂર કરવા માટે જીએસટી વ્યવસ્થામાં અનેક ફેરફારો પણ કરી ચુકી છે. નાના અને મધ્યમ કદના કારોબારીઓ માટે ટેક્સ ભરવા અને જીએસટી દાખલ કરવાને લઇને કેટલીક તકલીફો દૂર કરવા માટે કાઉન્સિલે અનેક ફેરફારો કર્યા છે. જીએસટી વ્યવસ્થાને ઇન્ડસ્ટ્રીલક્ષી બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જીએસટી કાઉન્સિલે ૧૦૦થી પણ વધારે કોમોડિટીની કિંમતોમાં ફેરફાર કર્યા છે. નિકાસકારો માટે રિફંડની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. મહેસુલી સચિવનું કહેવું છે કે, જીએસટીમાં ટેક્સ રેટમાં મોટા સુધારાની જરૂર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં શક્ય છે કે, એક ચેપ્ટરમાં આપવામાં આવેલી વસ્તુ અલગ અલગ ટેક્સ રેટમાં આવી ગઇ છે. ચેપ્ટરના હિસાબથી વસ્તુઓ પર નજર રાખવામાં આવનાર છે. નાના અને મધ્યમ કદના કારોબારીઓ પર બોજને ઘટાડવાના સતત પ્રયાસ થઇ રહ્યા છે. સામાન્ય વ્યક્તિ પર ટેક્સના બોજને ઘટાડવાના પ્રયાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જીએસટી કાઉન્સિલની ૨૩મી મિટિંગ નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં ૧૦મી નવેમ્બરના દિવસે ગુવાહાટીમાં મળનાર છે. તેમણે કહ્યું છે કે, શક્ય તેટલી વહેલીતકે લોકોની ફરિયાદને દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ સંદર્ભમાં સમિતિની રચના કરવામાં આવી ચુકી છે. ફિટમેન્ટ કમિટિ આના ઉપર કામ કરી રહી છે. અઢિયાએ કહ્યું છે કે, જીએસટીને સ્થિર થવામાં થોડાક સમય લાગી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ માટે આ નવી વ્યવસ્થા છે જેથી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ એક વખતે આ વ્યવસ્થાને સમજી ગયા બાદ તકલીફો દૂર થશે. સમગ્ર દેશમાં વેપાર કરવાની પ્રક્રિયા વધારે સરળ બની છે જેથી એક વર્ષની જરૂર દેખાઈ રહી છે. જીએસટી અને નોટબંધી જેવા બે મોટા આર્થિક સુધારા દેશભરમાં સતત અમલી કરવામાં આવ્યા છે જેના કારણે લોકોને તકલીફ પડી છે. સૌથી પહેલા નોટબંધી અને ત્યારબાદ જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. આના પરિણામ સ્વરુપે નાના વેપારીઓમાં પણ નારાજગી છે પરંતુ જીએસટી અને નોટબંધીને લઇને મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. સરકાર પણ માને છે કે, જીએસટીને લઇને રહેલી ફરિયાદોને ટૂંક સમયમાં જ દૂર કરી લેવામાં આવશે. કોઇને તકલીફ પડશે નહીં.

Related posts

મોદી ફરી વડાપ્રધાન બને તેવી શુભેચ્છા : મુલાયમ

aapnugujarat

કેબલ-ડીટીએચ ગ્રાહકો માટે મોટા સમાચાર, ૧૩૦ રૂ.નો ફિક્સ ચાર્જ ચૂકવવો નહી પડે !

aapnugujarat

વડાપ્રધાન મોદીએ આસામમાં રેલ-રોડ બ્રિજ ‘બોગિબીલ બ્રિજ’નું ઉદઘાટન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1